શોધખોળ કરો
Weather Updates: 11 રાજ્યોમાં હિટ વેવનું ઓરેંજ એલર્ટ, જાણો, આપના રાજ્યમાં કેવું રહેશે હવામાન
વરસાદ અને ભારે પવનને કારણે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હવામાનમાં થોડો ફેરફાર થયો છે. જો કે, કેટલાક રાજ્યોમાં હજુ પણ ભારે ગરમી અને હીટવેવનો સામનો કરવો પડશે
(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/6

ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્ય પ્રદેશમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળીની સંભાવના છે. છત્તીસગઢમાં ભારે પવન સાથે વીજળી પણ પડવાની સંભાવના છે.
2/6

IMD અનુસાર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા જેવા પૂર્વોત્તર રાજ્યોમાં ભારે પવન સાથે વીજળી પડવાની સંભાવના છે. ઉત્તરાખંડ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં પણ તેની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વોત્તર ભારત અને સિક્કિમમાં હળવો વરસાદ થઈ શકે છે.
3/6

સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર, આગામી 24 કલાકમાં લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, અરુણાચલ પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં વીજળી અને કરા સાથે હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ઉત્તરાખંડમાં છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષાની પણ શક્યતા છે.
4/6

પંજાબમાં વરસાદ અને ગાજવીજ સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે. 27 એપ્રિલે હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદ અને ઝરમર વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાઈ શકે છે. મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને પૂર્વ ગુજરાતમાં પણ છુટોછવાયો વરસાદ પડી શકે છે.
5/6

IMD અનુસાર, આસામ, મેઘાલય, ત્રિપુરા, કોંકણ અને ગોવા, કોસ્ટલ આંધ્રપ્રદેશ, કોસ્ટલ કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ગરમ અને ભેજવાળું હવામાન પ્રવર્તશે. લોકોને તડકાનો સામનો પણ કરવો પડી શકે છે.
6/6

હવામાન વિભાગે કહ્યું છે કે ગંગાના પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશામાં તીવ્ર ગરમીનું મોજું જોવા મળશે. પૂર્વીય ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, કોંકણ અને ગોવા, તેલંગાણા, રાયલસીમા, આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં હિટ વેવેની આગાહી છે.
Published at : 27 Apr 2024 07:35 AM (IST)
આગળ જુઓ





















