શોધખોળ કરો
Surat Rain: સુરત સવારથી જ પાણીમાં, જુઓ 13 ઇંચ વરસાદથી જળમગ્ન થયેલા શહેરની તસવીરો...
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદે રોડ રસ્તા અને ખેતરો જળમગ્ન કરી દીધા છે.માંડવીના અરેઠથી બોધાન જતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે
(તસવીર- એબીપી લાઇવ)
1/10

Surat Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. નવસારી, તાપી, વલસાડ સહિતના આસાપાસના વિસ્તારને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે, સૌથી વધુ વરસાદ સુરતમાં પડ્યો છે.
2/10

છેલ્લા 24 કલાકમાં સુરતમાં 13 ઇંચ વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લામાં 13 ઇંચ વરસાદ વરસતા શહેર અને આસપાસના ગામડામાં જળબંબાકારની સ્થિતિ છે. સુરત જિલ્લામાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં કામરેજમાં 10.7 ઈંચ વરસાદ વરસ્યો છે.
3/10

પલસાણામાં 8.2, બારડોલીમાં 6.6 ઈંચ, ઓલપાડમાં 5 ઈંચ, ચૌર્યાસીમાં 4.3 ઈંચ, સુરત જિલ્લાના માંડવીમાં 3.5 ઈંચ, ભરૂચ અને નવસારીમાં 3-3 ઈંચ,તાપી જિલ્લાના વ્યારામાં 3.7 ઈંચ વરસાદ વરસ્યો છે.
4/10

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદે રોડ રસ્તા અને ખેતરો જળમગ્ન કરી દીધા છે.માંડવીના અરેઠથી બોધાન જતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે.
5/10

અરેઠથી બોધન થઈ બારડોલી જતો માર્ગ બંધ કરી દેવાયો છે. વરસાદને લઈને નદીમાં નવા નીરની આવક થતાં નદીઓ બે કાંઠે વહી રહી છે.
6/10

સુરત જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત હોવાથી જનજીવન પ્રભાવિત થયું છે. સુરતના બારડોલી શહેરમાં ધોધમાર વરસાદથી રોડ- રસ્તા પર પાણી ભરાતા છે જેનાથી લોકો હાલાકીનો સામલો કરી રહ્યાં છે.
7/10

બારડોલીના નીચાણવાળા વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાયા છે. ભારે પવન સાથે વરસાદથી ધારાસભ્યની ઓફિસ બહાર વૃક્ષ ધરાશાયી થયું છે. ઈશ્વર પરમારના કાર્યાલય નજીક વૃક્ષ પડતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે. અનેક ઠેકાણે ભારે વરસાદના કારણે ભૂવા પડ્યાં છે.
8/10

કામરેજ, પલસાણા, બારડોલીમાં 7 થી સાડા 8 ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદી પાણી ઉતર્યા ત્યાં તો સુરત શહેરમાં ખાડીપુરનો ખતરો ઉભો છે. સુરતના પૂણામાં ખાડીના પાણી રસ્તાઓ પર આવ્યા છે, ખાડીના પાણી શહેરમાં ઘૂસતા રાહદારી-વાહનચાલકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે.
9/10

સાડા તેર ઈંચ વરસાદથી સુરત જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. હજું પણ નીર ઓસર્યાં નથી તેથી આજે પણ શાળામાં રજા જાહેર કરાઇ છે.
10/10

નોંધનિય છે કે, સુરત જિલ્લાની શાળાઓમાં આજે સવારની પાળીમાં રજા બપોરની પાળીમાં સ્થિતિની સમીક્ષા બાદ નિર્ણય લેવા DEOની સૂચના અપાઇ છે. જો કે સુરત શહેર- જિલ્લામાં બોર્ડની પૂરક પરીક્ષા રાબેતા મુજબ લેવાશે. બાળકો મુશ્કેલીમાં ન મૂકાય તેને લઈને તકેદારી રાખવા DEOની સૂચના અપાઇ છે
Published at : 24 Jun 2025 12:22 PM (IST)
આગળ જુઓ
Advertisement





















