શોધખોળ કરો
ખાડી પૂરથી સુરતમાં તારાજી સર્જાઇ, સણિયા હેમાદ ગામ બીજા દિવસે પણ પાણીમાં ગરકાવ
સુરતમાં ખાડી પૂરથી અનેક વિસ્તારો પાણીમા ગરકાવ થયા હતા. સુરતનું સણિયા હેમાદ ગામ બીજા દિવસે પણ પાણીમાં ગરકાવ રહ્યું હતું. સણિયા હેમાદ ગામમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
સુરતમાં ખાડી પૂરથી અનેક વિસ્તારો પાણીમા ગરકાવ થયા હતા
1/6

સુરતમાં ખાડી પૂરથી અનેક વિસ્તારો પાણીમા ગરકાવ થયા હતા. સુરતનું સણિયા હેમાદ ગામ બીજા દિવસે પણ પાણીમાં ગરકાવ રહ્યું હતું. સણિયા હેમાદ ગામમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સણિયા હેમાદ ગામનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે. ગામમાં ઘરો અને દુકાનો પણ પાણીમાં ડૂબી ગયા હતા. વાલક ખાડીના પાણીએ સણિયા હેમાદમાં તારાજી સર્જી હતી.
2/6

સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઓલપાડ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની છે આગાહી કરવામાં આવી છે.
3/6

સુરતના માંડવીમાં 2 કલાકમાં ખાબક્યો એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે સવારે 6થી 8માં 55 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. લુણાવાડામાં 2 કલાકમાં 3.43 ઈંચ વરસાદ, દાહોદના ફતેપુરામાં 2 કલાકમાં 2.36 ઈંચ, તાપીના કુકરમુંડામાં બે કલાકમાં 2.09 ઈંચ, સંતરામપુરમાં 2 કલાકમાં બે ઈંચ, કડાણામાં 2 કલાકમાં દોઢ ઈંચ, તાપીના વ્યારામાં 2 કલાકમાં સવા એક ઈંચ, નર્મદાના સાગબારામાં 2 કલાકમાં સવા એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
4/6

સુરતના માંડવીમાં 2 કલાકમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. પંચમહાલના મોરવાહડફમાં 2 કલાકમાં એક ઈંચ, ડાંગના આહવામાં 2 કલાકમાં પોણો ઈંચ, સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં પોણો ઈંચ, વઘઈ, વિરપુર,શહેરામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.
5/6

મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. લુણાવાડામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માંડવી બજાર, હાટડીયા બજારમાં પાણી ભરાયા હતા. તે સિવાય હુસેની ચોક, પીપળી બજાર, વરધરી રોડ પર પણ પાણી ભરાયા હતા. ગઈકાલે પણ લુણાવાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
6/6

મહીસાગરમાં ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા હતા. પાનમ નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો હતો. લુણાવાડાની વેરી નદીમાં પણ નવા નીર આવ્યા હતા. નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.
Published at : 25 Jun 2025 10:29 AM (IST)
આગળ જુઓ
Advertisement





















