શોધખોળ કરો
(Source: Poll of Polls)
સુરતના પલસાણામાં ખાડીપૂરથી તારાજી, 300થી વધુ ઘરોમાં 3થી 4 ફૂટ સુધીના પાણી ભરાયા
સુરતમાં ખાડી પૂરથી અનેક વિસ્તારો પાણીમા ગરકાવ થયા હતા. સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઓલપાડ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
મકાનો ખાડીપૂરમાં ગરકાવ થયા હતા
1/6

સુરતમાં ખાડી પૂરથી અનેક વિસ્તારો પાણીમા ગરકાવ થયા હતા. સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઓલપાડ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની છે આગાહી કરવામાં આવી છે. સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. કારેલી ગામની રૂદ્રાક્ષ રેસિડન્સી વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. વરસાદના વિરામ છતા હજુ સુધી નથી ઘરોમાંથી વરસાદના પાણી ઓસર્યા નથી. 250થી વધુ મકાનો ખાડીપૂરમાં ગરકાવ થયા હતા.
2/6

સુરતના પલસાણામાં ખાડીપૂરથી તારાજી સર્જાઇ હતી. કારેલી ગામની સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ થઇ છે. સવર્ણ વીલા સોસાયટીમાં કેડસમા પાણી ભરાયા હતા. 300થી વધુ ઘરોમાં 3થી 4 ફૂટ સુધીના પાણી ભરાયા હતા.
3/6

સુરત મહાપાલિકા મોડે મોડે એક્શનમાં આવી હતી. પર્વત ગામની સોસાયટીને જોડતા રોડ તોડવાનું શરૂ કરાયું હતું. રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા રોડ તોડવાનું કામ શરૂ કરાયું હતું. રોડ તોડી વરસાદી પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે. ત્રીજા દિવસે મનપાએ કરોડોના ખર્ચે બનાવેલો રોડ તોડ્યો હતો.
4/6

ખાડીપૂરના હાહાકાર બાદ મેયર સહિતના પદાધિકારીઓ બહાર નીકળ્યા હતા. બે દિવસના વરસાદમાં લોકોને રામ ભરોસે મૂકી શાસકો ચેમ્બરમાં બેઠા હતા. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ સુરત મનપાનું પ્રશાસન જાગ્યું હતું. બે દિવસ બાદ હવે ડૂબતી ખુરશી બચાવવા મેયર મેદાનમાં ઉતર્યા હતા. સરથાણાની શુભમ પાર્ક સોસાયટી હજુ પણ પાણીમાં ગરકાવ છે. સીમાડા ખાડીના પાણી સરથાણા વિસ્તારમાં ફરી વળ્યા હતા. ખાડીનું લેવલ ઘટતા સાંજ સુધીમાં જળસ્તર ઘટવાનો મેયરે દાવો કર્યો હતો.
5/6

સુરતમાં ખાડીપૂરનો કોઈ ઉકેલ ન હોવાનો સાંસદે દાવો કર્યો હતો. ખાડીપૂર ન ખાળી શક્યાનો સાંસદ મુકેશ દલાલે દુઃખ વ્યકત કર્યું હતું. વર્ષોથી ખાડીપૂરના સંકટનું સોલ્યુશન શોધવામાં નિષ્ફળતા મળી છે. કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ સુરતમાં ખાડીપૂરની સમસ્યા યથાવત છે.
6/6

સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં સવારે 10 વાગ્યા સુધીમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. સુરતના ઉમરપાડામાં બે કલાકમાં જ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. માંડવીના પીચણવાનથી જામકૂઈ ધજ માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. લો- લેવલ કોઝવે બંધ થતા વાહન વ્યવહારને બંધ કરાયો હતો. ઉમરપાડા અને માંડવી તાલુકાના અનેક લો- લેવલ કોઝ વે પાણીમાં ગરકાવ થયા હતા.
Published at : 25 Jun 2025 12:52 PM (IST)
આગળ જુઓ
Advertisement





















