શોધખોળ કરો
સુરતઃ સ્પામાં 12 યુવકો યુવતીઓ સાથે માણી રહ્યા રહ્યા હતા શરીર સુખ ને પોલીસ ત્રાટકી, ક્યા પોશ વિસ્તારમાં આવેલા છે આ સ્પા ?

1/4

એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલના ઇન્સ્પેક્ટર એ. જે. ચૌધરીને વેસુ વી.આઇ.પી. રોડ ઉપર સન આર્કેડના કોકુન સ્પા, વી.આઇ.પી. હાઇટ્સમાં અરમાની અને તેરાત્મા સ્પામાં બહારથી યુવતીઓને મસાજના નામે બોલાવી તેમની પાસે નાણાંના બદલામાં શારીરિક સંબંધો બાંધવાનો અનૈતિક દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાની માહિતી મળી હતી.
2/4

સુરતઃ સુરતમાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલે વેસુ રોડ પર સ્પા પર રેડ કરી નાણાંના બદલામાં શારીરિક સંબંધો બાંધતી 12 યુવતી અને તેમની સાથે શરીર સુખ માણી રહેલા 12 યુવકો સહિત કુલ 13ની ધરપકડ કરી છે. રેડમાં મિઝોરમ, પશ્ચિમ બંગાળ અને મુંબઈની 12 યુવતીઓ સેક્સ વર્કર તરીકે કામ કરતી હોવાનું બહાર આવ્યું હતું.
3/4

આ માહિતીના આધારે એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલના ઇન્સ્પેક્ટર એ. જે. ચૌધરી અને તેમની ટીમે મંગળવારે સાંજે રેડ કરી હતી. પોલીસની રેડમાં અહીંથી સ્પામાં કામ કરતા મેનેજર, ગ્રાહકો અને કર્મચારીઓ તથા માલિક સહિત 13 વ્યક્તિને ઝડપી લેવાયા હતા. કોકુન સ્પામાંથી મિઝોરમની ચાર યુવતીઓને મુક્ત કરાવાઈ હતી.
4/4

પોલીસની રેડ દરમિયાન સ્પાનો માલિક નિકુંજ અને મેનેજર મલેક ભાગી છૂટયા હતા. પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. આ સિવાય અરમાની સ્પામાં પણ કાજલ નામની મહિલા માલિક ભાગી છૂટી હતી. પોલીસે અરમાની સ્પામાંથી મુંબઇની પાંચ યુવતીને મુક્ત કરાવી હતી. આ બંને સ્પા છેલ્લાં પાંચ વર્ષથી ધમધમી રહ્યા હતા. વી.આઇ.પી. હાઇટ્સમાં જ ધમધમતા તેરાત્મા સ્પાના સંચાલક દીપ પ્રકાશ ડેને પોલીસે ઝડપી લીધો હતો. અહીંથી પશ્ચિમ બંગાળની પાંચ યુવતીને મુક્ત કરાવાઇ હતી.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
