શોધખોળ કરો

સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા

તાપી નદીનો કોઝવે ભયજનક સપાટી વટાવી ઓવરફ્લો, હાઈવે પર ટ્રાફિક જામ અને મોલમાં પાણી ઘૂસતા વાહનો ગરકાવ.

સુરત શહેરમાં આજે મેઘરાજાએ જાણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બપોરના સમયે માત્ર 2 જ કલાકમાં આકાશમાંથી એવી આફત વરસી કે આખું શહેર પાણી-પાણી થઈ ગયું. ચોમેર જળબંબાકારની સ્થિતિ વચ્ચે સુરતીઓનું જનજીવન ખરાબ રીતે ખોરવાયું છે, જેને પગલે તંત્રએ પણ તાત્કાલિક એક્શન લેતા આવતીકાલે (બુધવારે) શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે.

1/7
આંકડાઓ પર નજર કરીએ તો, બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીના ટૂંકા સમયગાળામાં પડેલા વરસાદે હાહાકાર મચાવી દીધો છે. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, સૌથી વધુ ખાનાખરાબી ઈસ્ટ ઝોન (B) માં થઈ છે, જ્યાં માત્ર 2 કલાકમાં જ 9 ઈંચ વરસાદ ખાબક્યો છે.

2/7
આ ઉપરાંત ઈસ્ટ ઝોન (A) માં 8.5 ઈંચ, સાઉથ ઈસ્ટ ઝોનમાં 7 ઈંચ અને નોર્થ ઝોનમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સેન્ટ્રલ અને સાઉથ ઝોનમાં 3-3 ઈંચ તેમજ વેસ્ટ અને સાઉથવેસ્ટ ઝોનમાં 1-1 ઈંચ વરસાદ પડતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો તળાવમાં ફેરવાયા છે.

3/7
ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે 48 પર કામરેજ ચાર રસ્તા પાસે હજુ પણ પાણી ઓસર્યા નથી, જેના લીધે વાહનવ્યવહાર ખોરવાયો છે અને ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. સુરતના પુણા વિસ્તારની હાલત પણ અત્યંત કફોડી બની છે.

4/7
પુણાગામમાં ભૈયાનગર પાસે અને ખાસ કરીને રાજમહેલ એસી મોલમાં પાણી ઘૂસી ગયા હોવાની તસવીરો સામે આવી છે. મોલના પાર્કિંગમાં રહેલા વાહનો પાણીમાં ગરકાવ થઈ જતાં લોકોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

5/7
શહેરમાં ઠેર-ઠેર ભરાયેલા પાણી અને વાહનવ્યવહારની મુશ્કેલીઓને જોતા, વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. આવતીકાલે બુધવારે સુરતની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓ બંધ રાખવાનો સત્તાવાર આદેશ આપી દેવામાં આવ્યો છે.

6/7
બીજી તરફ, સુરતની જીવાદોરી સમાન તાપી નદી પર આવેલા કોઝવેએ પણ ભયજનક સપાટી વટાવી દેતા ચિંતા વધી છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર નક્કી કરાઈ છે, પરંતુ ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં હાલમાં તે 7.16 મીટરની સપાટીએ વહી રહ્યો છે.

7/7
હાલ કોઝવે પરથી 67,126 ક્યુસેક જેટલું પાણી ધોધમાર ઓવરફ્લો થઈ રહ્યું છે. આ સ્થિતિને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે.

સુરત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર

સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?

Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ

વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
Advertisement

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ

Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 

Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી

Embed widget