શોધખોળ કરો
વડોદરાઃ પોલીસની મહિલા શી ટીમ બની એક વૃદ્ધાની દીકરી, પેન્શનથી લઇને હૉસ્પીટલમાં સારવાર સુધીનુ કર્યુ શાનદાર કામ

હરણી શી ટીમની પ્રસંશનીય કામગીરી
1/6

વડોદરાઃ પોલીસ સામાન્ય રીતે કાયદાનુ પાલન કરાવવાનુ કાર્ય કરાવવા માટે લોકો સાથે કડકાઇથી વર્તે છે, પરંતુ બીજુ પાસુ એવુ પણ હોય છે, જે તેઓ પોતાના કામથી લોકોનુ દિલ પણ જીતી લેતા હોય છે. આવો જ એક કિસ્સો વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે.
2/6

વડોદરાની વડોદરાની શી ટીમ દ્વારા એક પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે, આ કામગીરીને લઇને પોલીસની વાહવાહ અને સોશ્યલ મીડિયા પર ભારોભાર પ્રસંશા થઇ રહી છે. ખરેખરમાં વડોદરાના હરણી પોલીસ સ્ટેશન શી ટીમની મહિલા કર્મચારીઓ દ્વારા પરિવારની ગેરહાજરીમાં રહેતા વૃદ્ધાની દીકરીઓ બનીને સેવા કરવામાં આવી હતી.
3/6

હરણી શી ટીમની પ્રસંશનીય કામગીરી - માહિતી એવી છે કે, વડોદરા શહેરની હરણી પોલીસ સ્ટેશનની શી ટીમ-01 એક ખાસ પહેલ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત આ ટીમ દ્વારા અવાર નવાર પોલીસ સ્ટેશન વિસ્તરમાં રહેતા સિનીયર સીટીઝનની મુલાકાત લેવામાં આવતી હોય છે, અને જરૂરિયાતમંદ વૃદ્ધોની મદદ કરવામાં આવતી હોય છે.
4/6

ખાસ વાત છે કે, ગઇ 16 મે આ શી ટીમના મહિલા કર્મીઓ પોલીસ સ્ટેશન વિસ્તરમાં રહેતા સિનીયર સીટીઝનની મુલાકાત લેવા પહોંચ્યા હતા. તે સમયે હરણી રોડ મારૂતીધામ ડુપ્લેક્ષ ખાતે રહેતા એક વૃદ્ધાની મુલાકાત લીધી હતી. પરિવારથી અલગ રહેતાં આ વૃદ્ધા તકલીફમાં હતા, ટીમે આ દ્રશ્ય જોયુ તો તરત જ તેમની મદદ કરવાનુ કામ કર્યુ હતુ. આ વૃદ્ધાનુ નામ જ્યોતીકાબેન સનદકુમાર જોષી (ઉ.વ.74) છે.
5/6

જ્યોતીકાબેન સનદકુમાર જોષીએ શી-ટીમ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેમના પતિનું થોડા સમય પહેલા જ મૃત્યુ થઇ ગયુ છે. હાલમાં તેમની પેન્શન બુક પણ ખોવાઈ ગઈ છે, અને પેન્શન અંગે તેમને હયાતીનું ફોર્મ ભરવા જવું હતું. પરંતુ તેમની પાસે કોઈ સુવિધા ન હતી અને તેમની તબીયત પણ ખરાબ હતી.
6/6

આ સાંભળીને જ્યોતીકાબેનની શી ટીમ દ્વારા તાત્કાલિક મદદ કરવામાં આવી. બાદમાં શી ટીમ દ્વારા જ્યોતીકાબેનને હયાતીનું ફોર્મ ભરવામાં અને પેન્શનબુક ખોવાઈ ગયેલ હોય જેથી નવી પેન્શનબૂક માટેની કાર્યવાહી કરવામાં મદદ કરવામાં આવી હતી, અને બાદમાં જ્યોતીકાબેનને તબિયત ખરાબ હોવાથી નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ લઇ જવાયા હતા. સારવાર બાદ તેમને સુરક્ષિત રીતે ઘરે મુકી આવવામાં પણ આવ્યા હતાં. આ સાથે તેઓને મોબાઈલ નંબર આપી ગમે ત્યારે જરૂર પડે તો હરણી શી-ટીમનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. શી ટીમની આ કામગીરી ખુબ જ પ્રસંશનીય છે. (તમામ તસવીરોઃ સોશ્યલ મીડિયા પરથી)
Published at : 18 May 2022 10:54 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
રાજકોટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
