મેલબોર્ન: કોરોનાની રસી માટેની ટ્રાયલ્સ વિશ્વભરમાં ચાલી રહી છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડના મતે કોવિડ-19ની વેક્સીન આપેલા કેટલાક ઉમેદવારોમાં પ્રાથમિક તબક્કે HIVની ખોટી એન્ટિબોડી મળતા હાલ રસીના ટ્રાયલ્સ પર રોક લગાવવામાં આવી છે.
2/4
યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડે જણાવ્યું હતું કે વોલન્ટિયર્સને અગાઉ સંભવિત જોખમો અંગે જણાવવામાં આવ્યું હતું પરંતુ, એન્ટિબોડીનું સ્તર કેટલાક એચઆઈવી પરિક્ષણમાં દખલ કરશે તે અનપેક્ષિત હતું. દર્દીઓની નિયમિત ચકાસણી કરાતા તેમનામાં એચઆઈવી વાયરસ નહીં હોવાની પુષ્ટિ થઈ હતી અને રસીથી વાયરસનું ઈન્ફેક્શન થવાની પણ કોઈ સંભાવના રહેતી નથી.
3/4
મીડિયા અહેવાલ અનુસાર, કોવિડ- 19ની રસી મુકાવનાર કેટલાક દર્દીઓમાં એચઆઈવી પ્રોટિન (gp41) પ્રત્યે એન્ટિબોડી વિકસીત થઈ હોવાનું જણાયું હતું. ઓસ્ટ્રેલિયન સરકાર સાથે ચર્ચા બાદ આ રસીને બીજા તેમજ ત્રીજા તબક્કાના ટ્રાયલ્સ માટે નહીં લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું કે, કોરોનાની રસીના 5.1 કરોડ ડોઝ માટે ચાર કંપનીઓ સાથે સરકારે કરાર કર્યા છે. જો કે આ રસીના વધુ ટ્રાયલ્સ પડતાં મુકવાનો નિર્ણય પુરવાર કરે છે કે સરકાર નાગરિકોની સુરક્ષા માટે સતર્ક છે.
4/4
યુનિવર્સિટીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાના ટ્રાયલમાં કુલ 216 વોલન્ટિયર્સને કોરોનાની રસી v451 આપવામાં આવી હતી જો કે આ લોકોમાં અન્ય કોઈ આડઅસર કે સુરક્ષાની ચિંતા જણાઈ નથી. જો કે કેટલાક લોકોમાં એચઆઈવી પ્રોટીનનું પ્રમાણ મળ્યું હતું જેથી આ રસીના વધુ ટ્રાયલ્સ પડતાં મુકવામાં આવ્યા છે. કોરોનાની આ રસી યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડ અને બાયોટેક કંપની સીએસએલના સહયોગથી વિકસાવવામાં આવી રહી હતી.