શોધખોળ કરો
Canadian Citizenship: છેલ્લા પાંચ વર્ષમાં કેટલા લાખ ભારતીઓએ લીધી કેનેડાની નાગરિકતા ?
કેનેડા વિશ્વના એવા દેશોમાંથી એક છે જ્યાં ભારતીય મૂળના લોકો સૌથી વધુ રહેવાનું પસંદ કરે છે. કેનેડામાં શીખ સમુદાયની વસ્તી ખુબ જ વધારે છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

Canadian Citizenship: ભારત અને કેનેડા વચ્ચે અત્યારે ઘર્ષણનો સમય ચાલી રહ્યો છે, બન્ને દેશો ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઇને આમને સામને છે, એકબાજુ ટ્રૂડેએ નિવેદન આપીને ભારત પર આ હત્યાનો આરોપ લગાવ્યો છે, તો વળી ભારત બીજીબાજુ કેનેડાના આ આરોપોને પાયા વિહોણા ગણાવી રહ્યું છે. આ બધાની વચ્ચે અહીં અમે તમને કેનેડામાં ભારતીય નાગરિકોની નાગરિકતાને લઇને બતાવી રહ્યાં છીએ. કેનેડા વિશ્વના એવા દેશોમાંથી એક છે જ્યાં ભારતીય મૂળના લોકો સૌથી વધુ રહેવાનું પસંદ કરે છે. કેનેડામાં શીખ સમુદાયની વસ્તી ખુબ જ વધારે છે. જાણો અહીં છેલ્લા પાંચ વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ કેનેડિયન નાગરિકતા લીધી ?
2/7

ભારતમાંથી લાખો લોકો કેનેડામાં રહે છે અને કામ કરે છે, જેઓ બગડતા સંબંધોથી પ્રભાવિત થઈ શકે છે.
3/7

દર વર્ષે ભારતમાંથી હજારો લોકો રોજગાર અને અભ્યાસ માટે કેનેડા જાય છે.
4/7

કેનેડામાં રહેતા ભારતીયોમાં શીખોની સંખ્યા સૌથી વધુ છે. કેનેડામાં લગભગ 8 લાખ શીખો રહે છે.
5/7

કેનેડા વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં ભારતીયો સૌથી વધુ રહેવાનું પસંદ કરે છે.
6/7

આ જ કારણ છે કે, દર વર્ષે હજારો ભારતીયો તેમની નાગરિકતા છોડી દે છે અને કેનેડાની નાગરિકતા લે છે.
7/7

આંકડા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં (2018 થી 2023) 1.6 લાખ ભારતીયોએ કેનેડાની નાગરિકતા લીધી છે.
Published at : 27 Sep 2023 12:43 PM (IST)
આગળ જુઓ
Advertisement





















