શોધખોળ કરો

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 

ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

નડિયાદ : ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસતા વરસાદ વચ્ચે અહીં કરુણ સમાચાર સામે આવ્યા છે. માતરના મહેલજ ગામમાં કરંટ લગતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજયા છે.  માતા, પુત્ર અને અન્ય એક વ્યક્તિનું વીજ કરંટ લગાત મોત થયું છે.  

દુકાનનું શટર ખોલવા જતા ચાર વ્યક્તિને કરંટ લાગ્યો હતો.  કરંટ લાગ્યા બાદ ખેડાની ચરોતર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તબીબે ત્રણ વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે એક વ્યક્તિને સારવાર મળતાં જીવ બચી ગયો હતો.  યાસ્મીન પઠાણ, અવેજ ખાન પઠાણ અને સાહિલ ખાન પઠાણ નામના વ્યક્તિઓના મોત થયા છે. 

ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ભારે પવન સાથે ગાજવીજ સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.  કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર ,ગીર સોમનાથ ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ ,આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કરવામાં આવી છે.  જ્યારે અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલમાં પણ આગામી ત્રણ કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અમદાવાદમાં ધોધમાર વરસાદ

અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદને પગલે અખબારનગર અને મીઠાખળી અંડરપાસ બંધ કરાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે નાગરિકો માટે ફ્લેટની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. શહેરમાં ચારેકોર ગટરોના ગંદા પાણી ઉભરાયા હતા. બોપલ-આંબલી રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. ગટરના પાણી બેક મારતા માર્ગો પર પાણી ભરાયા હતા.

અઢી કલાકના વરસાદે અમદાવાદ મનપાની પોલ ખોલી નાખી હતી. અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વેજલપુર, ઈસનપુર, શેલા, શીલજ, બોપલ, સોલા, ગોતા, ઘુમા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વૈષ્ણોદેવી સર્કલ પાસે સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. રાણીપ વિસ્તારમાં ગરનાળામાં પાણી ભરાયા હતા. અમદાવાદ-મહેસાણા હાઈવે પર ધોધમાર વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા હતા.

રાજ્યના 134 તાલુકામાં વરસાદ

રાજ્યમાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સવારે છથી બપોરે બાર વાગ્યા સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં  સૌથી વધુ સુરતના પલસાણામાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. તો ઓલપાડમાં છેલ્લા બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget