મોસ્કોઃ યુક્રેન પર હુમલો કરવાના લઇને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો વિશ્વના અનેક દેશો દ્ધારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમેરિકા અને યુરોપિયન યુનિયન સહિતના અનેક દેશોએ રશિયા પર અનેક પ્રતિબંધ લગાવ્યા છે.જોકે નિષ્ણાતોના મતે પુતિન પર પ્રતિબંધની કોઈ ખાસ અસર થવાની નથી. પુતિન પાસે અપાર સંપત્તિ છે, જેના આધારે તેઓ વૈભવી જીવન જીવે છે.
2/9
એક રિપોર્ટ અનુસાર, પુતિનને 1.40 લાખ ડોલરનો પગાર મળે છે. ભારતીય રૂપિયામાં તે લગભગ 1.05 કરોડ રૂપિયા થાય છે. જોકે, સેલિબ્રિટીઓની નેટવર્થ પર નજર રાખતી વેબસાઈટ caknowledgeના જણાવ્યાનુસાર, પુતિનનો વાર્ષિક પગાર હાલમાં 2.40 લાખ ડોલર અથવા લગભગ રૂ. 1.80 કરોડ છે. આની સરખામણીમાં ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનો પગાર સાધારણ બને છે. ભારતના રાષ્ટ્રપતિનો પગાર હાલમાં વાર્ષિક 60 લાખ રૂપિયા છે, તો વડાપ્રધાનનો વાર્ષિક પગાર 20 લાખ રૂપિયાથી ઓછો છે.
3/9
પુતિન પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. રિપોર્ટ અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ પાસે 750 કરોડ રૂપિયાની 'ગ્રેસફુલ' નામની સુપરયાટ છે.
4/9
તે રશિયન નેવી માટે પરમાણુ સબમરીન નિર્માતા સેવામાશ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. સુપરયાટ પર હેલિપેડ, ડાઇનિંગ એરિયા, કોકટેલ બાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
5/9
ન્યૂઝવીકના એક રિપોર્ટ અનુસાર, પુતિન પાસે એક ખાસ પ્લેન છે જેની કિંમત 390 મિલિયન ડોલર અથવા લગભગ 3 હજાર કરોડ રૂપિયા છે. તેને 'ફ્લાઈંગ ક્રેમલિન' નામ આપવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે 'રશિયાના રાષ્ટ્રપતિની ફ્લાઈંગ ઓફિસ'. ગાર્ડિયનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્લેનમાં સોનાથી બનેલું ટોઈલેટ છે, જેની કિંમત 35 લાખ રૂપિયાથી વધુ છે. આ એરક્રાફ્ટ ઉડતો કિલ્લો છે.
6/9
પુતિન સોવિયત યુનિયનની કુખ્યાત જાસૂસી સંસ્થા KGBના ટોચના એજન્ટ રહી ચૂક્યા છે. તેની પાસે લાંબો સૈન્ય અનુભવ છે અને તેમણે ઘણા ગુપ્ત મિશન પણ કર્યા છે.
7/9
પુતિનનો વિરોધ કરનારા રશિયન વિપક્ષી નેતા એલેક્સી નવલાનીના ભ્રષ્ટાચાર વિરોધી ફંડે પુતિનની આલીશાન હવેલીના 500 ફોટા પ્રકાશિત કર્યા હતા.
8/9
એવું કહેવાય છે કે રશિયાના કાળા સમુદ્રના કિનારે સ્થિત આ હવેલીની કિંમત 1 અબજ ડોલરથી વધુ છે. તે પુતિનના અંગત ઉપયોગ માટે બનાવવામાં આવી છે. જોકે, પુતિને આ હવેલી તેમની હોવાની વાતને ફગાવી દીધી છે.
9/9
વ્લાદિમીર પુતિન 69 વર્ષના છે, પરંતુ આજે પણ તેઓ ફિટનેસમાં યુવાનોને માત આપે છે.