નોકિયાના સ્માર્ટફોનની સાથે સારી વાત એ છે કે કંપની ઓછામાં ઓછા બે વર્ષ સુધી એન્ડ્રોઇડ અપડેટ આપવાનો વાયદો કરે છે.
2/5
નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર નોકિયા હવે ભારતમાં પોતાનુ માર્કેટ મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યું છે. નોકિયાના નવા અપકમિંગ ફોનની કેટલીક ડિટેલ લીક થઇ છે જેમાં જાણવા મળ્યુ છે કે નોકિયા 3.4 ફોનના લૉન્ચિંગની વાત છે, આ ફોનને કંપની આ મહિને જ ભારતમાં લૉન્ચ કરી શકે છે.
3/5
સ્પેશિફિકેશનની વાત કરીએ તો ફોનમાં 6.39 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે, સાથે ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 460 પ્રોસેસર હશે. એટલુ જ નહીં ફોનમાં ત્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઇમરી કેમેરા 13 મેગાપિક્સલનો છે, બીજો કેમેરો 5 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ છે. જ્યારે 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે આમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
4/5
આ ઉપરાંત ફોનમાં 4000 એમએએચની બેટરી, અને કનેક્ટિવિટી માટે યુએસબી ટાઇપ પોર્ટ સી આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નોકિયાના હેન્ડસેટ વેચવાનુ લાયસન્સ હાલ એચએમડી ગ્લૉબલની પાસે છે.
5/5
NokiaPowerUser બ્લૉગના રિપોર્ટ પ્રમાણે આ નોકિયા 3.4ને ભારતમાં મીડ ડિસેમ્બરમાં લૉન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનની કિંમત 12 હજાર રૂપિયાથી શરૂ થઇ શકે છે, કેમકે જે નોકિયા 2.4 લૉન્ચ કરવામાં આવ્યો છે, તેની કિંમત લગભગ 10500 રૂપિયા છે.