મુંબઇઃ બૉલીવુડમાં વધુ એક અભિનેતા પર છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસે અભિનેતા અને લેખક જીશાન કાદરી વિરુદ્ધ છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધી છે. આ કેસ એક પ્રૉડ્યૂસરની ફરિયાદ પર નોંધવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)
3/7
4/7
જીશાન કાદરે પૉપ્યૂલર ફિલ્મ ગેન્ગ ઓફ વાસેપુરમાં એક ખાસ રૉલ કર્યો હતો, અનુરાગ કશ્યપની આ ફિલ્મમાં એક્ટર ડેફિનેટના રૉલમાં દેખાયો હતો. (પ્રતિકાત્મક તસવીર)
5/7
જાણકારી અનુસાર જીશાન કાદરીના સાથે એક મહિલા સહકર્મી પર પણ આરોપ લાગ્યો છે. હાલ એફઆઇઆરમાં માત્ર જીશાન કાદરીનુ નામ છે. આ મામલે જીશાન કાદરી તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા સામે આવી શકી નથી. જીશાન કાદરી તાજેતરમાં જ બિચ્છુ કા ખેલ નામની વેબ સીરીઝમાં દેખાયો હતો. (પ્રતિકાત્મક તસવીર)
6/7
જીશાન કાદરી વિરુદ્ધ મુંબઇના અંબોલી પોલીસ સ્ટેશનમાં કલમ 420 અંતર્ગત છેતરપિંડીનો કેસ નોંધાવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ફ્રાઇડે ટૂ ફ્રાઇડે એન્ટરટેઇન્ટમેન્ટ નામની એક કંપની ચલાવે છે. આ કંપની પર 1.5 કરોડ રૂપિયાની હેરાફેરી કરવાનો આરોપ લાગ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)
7/7
પ્રૉડ્યૂસરે આરોપ લગાવ્યો છે કે જીશાન કાદરીએ વેબ સીરીઝ માટે 1.5 કરોડ રૂપિયા લીધા હતા, પરંતુ ત્યારબાદ કોઇ વેબ સીરીઝ ના બનાવીને છેતરપિંડી કરી છે. (પ્રતિકાત્મક તસવીર)