શોધખોળ કરો
હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયાથી પાછો આવશે, જાણો શું છે કારણ? ક્યા મહાન બૉલરે તેને ગણાવ્યો સુપરસ્ટાર?
1/6

ખાસ વાત છે કે પૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બૉલર શેન વોર્નના મતે હાર્દિક પંડ્યા ભારતનો મહાન ઓલરાઉન્ડરોમાંનો એક છે. શેન વોર્ને ટ્વીટ કરને કહ્યું કે, પંડ્યાને ભારતની ટેસ્ટ ટીમમાં સામેલ કરવો જોઇએ, કેમકે તે સુપર સ્ટાર ખેલાડી છે. તેનુ પરફોર્મન્સ ઓસ્ટ્રેલિયામાં ગજબનુ સાબિત થઇ શકે છે. (ફાઇલ તસવીર)
2/6

હાર્દિકના ભારત આવવા પાછળનુ બીજુ કારણ સામે આવ્યુ છે કે કેપ્ટને કોહલીએ કહ્યું કે હાર્દિક બૉલિંગ નથી કરી શકવાનો અને ટેસ્ટમાં તેને માત્ર બેટિંગ માટે ઉતારી શકાશે નહીં. ટેસ્ટ ક્રિકેટમાં હાર્દિકની બૉલિંગ વધુ જરૂરી છે, અને તેના માટે તે ફિટ નથી આ કારણોસર તે ટેસ્ટ સીરીઝ ગુમાવશે.(ફાઇલ તસવીર)
3/6

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે બાદ ટી20 સીરીઝ પુરી થઇ ગઇ છે, હવે આગામી દિવસોમાં ભારત કાંગારુ ટીમ સામે ટેસ્ટ સીરીઝ રમવા મેદાનમાં ઉતરશે. પરંતુ ટીમ ઇન્ડિયાને ટેસ્ટ સીરીઝમાં એક મોટો ફટકો લાગ્યો છે. રિપોર્ટ છે કે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટેસ્ટ સીરીઝ નહીં રમે અને ભારત પરત આવી જવાનો છે.(ફાઇલ તસવીર)
4/6

બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી સીરીઝ પહેલા ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભારત આવી જવાનો છે, કારણ કે તે ફેમિલી સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરવા માંગે છે. (ફાઇલ તસવીર)
5/6

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાએ વનડે અને ટી20 સીરીઝમાં ભારતીય ટીમ તરફથી દમદાર પ્રદર્શન કરીને બધાને ચોંકાવી દીધા છે. વનડેમાં ક્રમશઃ 90 અને 92 રનોની ઉપયોગી ઇનિંગ રમી, બાદમાં ટી20માં 22 બૉલમાં 42 રનની મેચ જીતાઉ ઇનિંગથી મેન ઓફ ધ સીરીઝ બન્યો છે.(ફાઇલ તસવીર)
6/6

હાર્દિક પંડ્યાએ ટી20 સીરીઝમાં પોતાને મળેલા મેન ઓફ ધ સીરીઝ એવોર્ડને યુવા ફાસ્ટ બૉલર નટરાજનને આપી દીધો, હાર્દિકે કહ્યું નટરાજન આ પુરસ્કારનો હકદાર છે. (ફાઇલ તસવીર)
Published at :
આગળ જુઓ





















