શોધખોળ કરો
AUS vs PAK: ડેવિડ વોર્નરે તોડ્યો બ્રાયન લારાનો રેકોર્ડ, પાકિસ્તાન સામે ફટકારી આટલી સદી
AUS vs PAK, 1st Test: ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામે પર્થ ટેસ્ટમાં સદી ફટકારીને આલોચકોને જડબાતોડ જવાબ આપ્યો છે.

ડેવિડ વોર્નર
1/6

વોર્નરે 164 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસના અંતે 5 વિકેટના નુકસાન પર 346 રન બનાવ્યા હતા. આ દરમિયાન વોર્નરે અનેક રેકોર્ડ બનાવ્યા હતા.
2/6

વોર્નરની આ ટેસ્ટ કરિયરની 26મી સદી હતી. તેણે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે પાકિસ્તાનના ઈન્ઝમામ ઉલ હકને પાછળ રાખી દીધો હતો અને ગેરી સોબર્સની બરાબરી કરી લીધી છે.
3/6

આ ઉપરાંત પાકિસ્તાન સામે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મળી 10મી સદી ફટકારી હતી. જેની સાથે તેણે બ્રાયન લારાને પાછળ રાખ્યો હતો. લારાએ 70 ઈનિંગમાં 9 સદી ફટકારી હતી. જ્યારે વોર્નરે માત્ર 47 ઈનિંગમાં 10મી સદી ફટકારી હતી.
4/6

વર્તમાન ખેલાડીઓની વાત કરીએ સૌથી વધારે ઈન્ટરનેશનલ સદી મામલે વોર્નર બીજા ક્રમે છે. વોર્નરની આ 49મી આંતરરાષ્ટ્રીય સદી હતી
5/6

વિરાટ કોહલી 80 આંતરરાષ્ટ્રીય સદી મારી ચુક્યો છે. ત્રીજા ક્રમે રૂટ છે જેણે 46 સદી ફટકારી છે. રોહિત શર્માએ 45, સ્ટીવ સ્મિથે 44 અને કેન વિલિયમસને 42 સદી મારી છે.
6/6

તમામ તસવીર સૌજન્યઃ સોશિયલ મીડિયા
Published at : 14 Dec 2023 05:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
રાજકોટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
