સેન્ચુરીયનઃ ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. ટીમ ઇન્ડિયા અહી ત્રણ ટેસ્ટ મેચની સિરિઝ રમશે. આવતીકાલે રવિવારથી સીરિઝની પ્રથમ ટેસ્ટ શરૂ થશે. આ મેચમાં ટીમ ઇન્ડિયા પાંચ બોલરો સાથે મેદાનમાં ઉતરશે તેવી વાત ટીમના વાઇસ કેપ્ટન લોકેશ રાહુલે સ્પષ્ટ કરી હતી. સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે 26મી ડિસેમ્બરથી પ્રથમ મેચ રમાવાની છે ત્યારે જાણો કેવો છે ભારતના ખેલાડીઓનો રેકોર્ડ.સાઉથ આફ્રિકામાં ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી 61 ટેસ્ટ મેચ રમી છે જેમાં ભારતે 18માં જીત મળી અને 34માં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે 7 મેચ ડ્રો રહી હતી. દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં IND vs SA ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર 5 ભારતીય બેટ્સમેન પર એક નજર નાંખીએ.
2/5
દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી 5મા ક્રમે છે. ગાંગુલીએ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટમાં કુલ 506 રન બનાવ્યા હતા. ગાંગુલીએ 16 ઇનિંગ્સમાં 506 રન બનાવ્યા હતા.
3/5
ભૂતપૂર્વ ભારતીય ખેલાડી વીવીએસ લક્ષ્મણ ત્રીજા સ્થાને છે. લક્ષ્મણે 40.42ની એવરેજથી 18 ઈનિંગ્સમાં 566 રન બનાવ્યા છે.
4/5
ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડ આ યાદીમાં બીજા ક્રમે છે. તેણે ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની ધરતી પર સાઉથ આફ્રિકા સામે 22 ઈનિંગ્સમાં 624 રન ફટકાર્યા છે. દક્ષિણ આફ્રિકા સામે 1 સદી ફટકારી છે.
5/5
આ યાદીમાં પ્રથમ ક્રમે ભૂતપૂર્વ સચિન તેંડુલકર છે. સચિને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 28 ટેસ્ટ ઇનિંગ્સમાં 1161 રન બનાવ્યા છે. જેમાં પાંચ સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે.