શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
IND vs WI Prize Money: ઈશાન-શુભમનને તેમના શાનદાર પ્રદર્શન માટે મળ્યો પુરસ્કાર, જાણો કોને કેટલી ઈનામની રકમ મળી
India vs West Indies: ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીમાં 2-1થી જીત મેળવી હતી. ઈશાન કિશનને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
![India vs West Indies: ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીમાં 2-1થી જીત મેળવી હતી. ઈશાન કિશનને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/02/f35659b6072983e9066b083fa57608ca1690942388986344_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈશાન-શુભમનને તેમના શાનદાર પ્રદર્શન માટે મળ્યો પુરસ્કાર
1/5
![ભારતે વનડે શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને 2-1થી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ ત્રીજી વનડેમાં 200 રનથી જીત મેળવી હતી. ઈશાન કિશન આ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ઈશાને 184 રન બનાવ્યા હતા. જ્યારે શુભમન ગિલ બીજા નંબરે રહ્યો હતો. ગિલે 126 રન બનાવ્યા હતા. ત્રીજી વનડે માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/02/f3ccdd27d2000e3f9255a7e3e2c4880022d42.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતે વનડે શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને 2-1થી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ ત્રીજી વનડેમાં 200 રનથી જીત મેળવી હતી. ઈશાન કિશન આ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ઈશાને 184 રન બનાવ્યા હતા. જ્યારે શુભમન ગિલ બીજા નંબરે રહ્યો હતો. ગિલે 126 રન બનાવ્યા હતા. ત્રીજી વનડે માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
2/5
![ઈશાન કિશને 3 મેચમાં 184 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી હતી. ઈશાને ત્રીજી વનડેમાં 77 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ પહેલા બીજી વનડેમાં 55 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં 52 રન બનાવ્યા હતા. ઈશાનને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ઈશાનને ઈનામી રકમ તરીકે 1 હજાર ડોલર આપવામાં આવ્યા હતા. જો આપણે તેને ભારતીય રૂપિયામાં જોઈએ તો તે લગભગ 82 હજાર રૂપિયા હશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/02/156005c5baf40ff51a327f1c34f2975ba133f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈશાન કિશને 3 મેચમાં 184 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી હતી. ઈશાને ત્રીજી વનડેમાં 77 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ પહેલા બીજી વનડેમાં 55 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં 52 રન બનાવ્યા હતા. ઈશાનને 'પ્લેયર ઓફ ધ સિરીઝ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ઈશાનને ઈનામી રકમ તરીકે 1 હજાર ડોલર આપવામાં આવ્યા હતા. જો આપણે તેને ભારતીય રૂપિયામાં જોઈએ તો તે લગભગ 82 હજાર રૂપિયા હશે.
3/5
![શુભમને 3 મેચમાં 126 રન બનાવ્યા હતા. તેણે ત્રીજી વનડેમાં 92 બોલનો સામનો કરીને 85 રન બનાવ્યા હતા. શુભમનની ઇનિંગમાં 11 ચોગ્ગા સામેલ હતા. તેણે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શુભમનને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. આ માટે તેને ઈનામી રકમ તરીકે $500 આપવામાં આવ્યા હતા. તે લગભગ 41 હજાર રૂપિયા હશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/02/799bad5a3b514f096e69bbc4a7896cd9b025e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શુભમને 3 મેચમાં 126 રન બનાવ્યા હતા. તેણે ત્રીજી વનડેમાં 92 બોલનો સામનો કરીને 85 રન બનાવ્યા હતા. શુભમનની ઇનિંગમાં 11 ચોગ્ગા સામેલ હતા. તેણે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શુભમનને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. આ માટે તેને ઈનામી રકમ તરીકે $500 આપવામાં આવ્યા હતા. તે લગભગ 41 હજાર રૂપિયા હશે.
4/5
![મહત્વપૂર્ણ છે કે, ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 351 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઈશાન કિશને 77 રન બનાવ્યા હતા. શુભમને 85 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. હાર્દિક પંડ્યાએ અણનમ 70 રન બનાવ્યા હતા. પંડ્યાની ઇનિંગમાં 5 સિક્સ અને 4 ફોરનો સમાવેશ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/02/d0096ec6c83575373e3a21d129ff8fef58c17.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહત્વપૂર્ણ છે કે, ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 351 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઈશાન કિશને 77 રન બનાવ્યા હતા. શુભમને 85 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. હાર્દિક પંડ્યાએ અણનમ 70 રન બનાવ્યા હતા. પંડ્યાની ઇનિંગમાં 5 સિક્સ અને 4 ફોરનો સમાવેશ થાય છે.
5/5
![ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 151 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી શાર્દુલ ઠાકુરે 4 વિકેટ ઝડપી હતી. મુકેશ કુમારે 3 વિકેટ લીધી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/02/032b2cc936860b03048302d991c3498fad91d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 151 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી શાર્દુલ ઠાકુરે 4 વિકેટ ઝડપી હતી. મુકેશ કુમારે 3 વિકેટ લીધી હતી.
Published at : 02 Aug 2023 08:13 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion