શોધખોળ કરો
કુલદીપ યાદવે વિશ્વભરના દિગ્ગજ લેફ્ટ આર્મ સ્પિનરોને પછાડ્યા, રચ્યો નવો ઈતિહાસ
Asia Cup 2023: કુલદીપ યાદવે તે કરી બતાવ્યું જે વિશ્વનો મહાન લેફ્ટ આર્મ સ્પિનરો નથી કરી શક્યા.
કુલદીપ યાદવ (ફાઈલ ફોટો)
1/5

શ્રીલંકા સામે રમાયેલી મેચમાં કુલદીપ યાદવે ચાર વિકેટ ઝડપી હતી અને ભારતને 41 રનથી જીત અપાવી હતી. કુલદીપ યાદવે પણ આ મેચમાં ચાર વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. કુલદીપ યાદવ સૌથી ઓછી મેચોમાં 150 વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ લેફ્ટ આર્મ સ્પિન બોલર બની ગયો છે. આટલું જ નહીં, કુલદીપ યાદવ સૌથી ઓછી વનડે મેચમાં 150 વિકેટ લેનારો ભારતનો બીજો બોલર છે.
2/5

એશિયા કપમાં પોતાનું શાનદાર ફોર્મ જારી રાખતા કુલદીપ યાદવે બે મેચમાં 9 વિકેટ ઝડપી છે. કુલદીપ યાદવે પાકિસ્તાન સામે 5 વિકેટ લીધી હતી. શ્રીલંકા સામે તેની શાનદાર બોલિંગ ચાલુ રાખીને તેણે 9.3 ઓવરમાં 43 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. મેચની છેલ્લી વિકેટ લેવાની સાથે જ કુલદીપ યાદવે વનડેમાં 150 વિકેટ પૂરી કરી હતી. કુલદીપ યાદવે આ સ્થાન મેળવવા માટે માત્ર 88 મેચ રમી હતી.
Published at : 13 Sep 2023 07:21 AM (IST)
આગળ જુઓ





















