શોધખોળ કરો
Photos: કેએલ રાહુલ અને અક્ષર પટેલ બાદ હવે શાર્દૂલ ઠાકુર બનવા જઇ રહ્યો છે દુલ્હો, કોઇ મૉડલથી કમ નથી દુલ્હન
શાર્દૂલ ઠાકુર જલદી લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહ્યો છે

ફાઇલ તસવીર
1/7

Shardul Thakur: ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર જલદી લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહ્યો છે. તે મિતાલી પારુલકરની સાથે લગ્ન કરી રહ્યો છે.
2/7

ટીમ ઇન્ડિયામાં આજકાલ લગ્નની સિઝન ચાલી રહી છે, પહેલા ટીમન સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે બૉલીવુડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા. આ પછી ઓલરાઉન્ડર અક્ષર પટેલે પોતાની ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કરી લીધા. હવે શાર્દૂલ ઠાકુર પણ લગ્ન માટે એકદમ તૈયાર છે. (તસવીરો સૉર્સ - ઇન્સ્ટાગ્રામ)
3/7

લૉર્ડ શાર્દૂલના નામથી જાણીતો શાર્દૂલ ઠાકુર આગામી 27 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાઇ જશે. શાર્દૂલ ઠાકુર પોતાની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે લગ્ન કરશે. શાર્દૂલ ઠાકુરની લગ્નની તારીખનો ખુલાસો ખુદ મિતાલી પારુલકરે થોડાક મહિલાઓ પહેલા એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. (તસવીરો સૉર્સ - ઇન્સ્ટાગ્રામ)
4/7

શાર્દૂલ ઠાકુર અને મિતાલી પારુલકર સારા મિત્રો છે, અને બન્નેએ નવેમ્બર 2021માં સગાઇ કરી હતી, પોતાની સગાઇમાં શાર્દૂલ ઠાકુરે જબરદસ્ત ડાન્સ પણ કર્યો હતો. જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ પણ થયો હતો. (તસવીરો સૉર્સ - ઇન્સ્ટાગ્રામ)
5/7

બન્નેના લગ્ન ઘણા પહેલા થવાના હતા, પરંતુ કોઇ કારણોસર લગ્ન થવામાં મોડુ થયુ છે. શાર્દૂલ ઠાકુર 2022ના ટી20 વર્લ્ડકપ બાદથી જ લગ્નના બંધનમાં બંધાઇ જવાનો હતો, જોકે હવે બન્ને 27 ફેબ્રુઆરીએ એકબીજાનો હાથ પકડી લેશે. (તસવીરો સૉર્સ - ઇન્સ્ટાગ્રામ)
6/7

શાર્દૂલ ઠાકુરે ઓગસ્ટ 2017માં પોતાનું ઇન્ટરનેશનલ ક્રિકેટ ડેબ્યૂ કર્યુ હતુ, ત્યારથી લઇને અત્યાર સુધી તેને ટીમ ઇન્ડિયા માટે કુલ 8 ટેસ્ટ, 34 વનડે અને 25 ટી20 ઇન્ટરનેશનલ મેચો રમી છે. શાર્દૂલ ઠાકુર ટીમમાં બૉલ અને બેટ બન્નેથી સારુ યોગદાન આપે છે. (તસવીરો સૉર્સ - ઇન્સ્ટાગ્રામ)
7/7

ટેસ્ટમાં તેને બૉલિંગમાં 27 વિકેટો ઝડપી છે, અને બેટિંગ કરતા 254 રન બનાવ્યાછે. આ ઉપરાંત વનડે મેચોમાં અત્યાર સુધી તે કુલ 50 વિકેટો ઝડપી ચૂક્યો છે. અને બેટિંગ કરતા 298 રન બનાવ્યા છે. વળી, ટી20 ઇન્ટરનેશનલમા અત્યારે તેને 33 વિકેટો ઝડપી છે, અને બેટિંગમાં 69 રન બનાવ્યા છે. (તસવીરો સૉર્સ - ઇન્સ્ટાગ્રામ)
Published at : 25 Feb 2023 11:48 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
