શોધખોળ કરો
IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ મેચોમાં મુરલીધરને લીધી છે સૌથી વધુ વિકેટ, આ છે ટોચના પાંચ બોલર્સ

1/6

મોહાલીઃ શ્રીલંકાને ટી-20 શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યા બાદ ભારતીય ટીમે ટેસ્ટ મેચની તૈયારી શરૂ કરી દીધી છે. બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં 4 માર્ચથી શરૂ થશે. આ ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ પોતાનો મજબૂત રેકોર્ડ જાળવી રાખવા માટે શ્રીલંકા સામે ઉતરશે.
2/6

લેજન્ડરી સ્પિનર મુથૈયા મુરલીધરન ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ મેચમાં સૌથી સફળ બોલર રહ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે ભારત સામે 22 ટેસ્ટમાં 105 વિકેટ ઝડપી છે. બંને દેશો વચ્ચેની મેચમાં 100થી વધુ વિકેટ લેનારો તે એકમાત્ર બોલર છે.
3/6

ભારતના પૂર્વ સ્પિનર અનિલ કુંબલે ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે બીજા નંબર પર છે. આ સ્પિનરે 18 મેચમાં 74 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 31.20 રહી છે.
4/6

આ યાદીમાં ભારતના પૂર્વ સ્પિનર હરભજન સિંહ ત્રીજા સ્થાને છે. હરભજને શ્રીલંકા સામે 16 ટેસ્ટ મેચોમાં 39.77ની બોલિંગ એવરેજથી 53 વિકેટ લીધી છે.
5/6

શ્રીલંકા સામેની શ્રેણીમાં આર અશ્વિને માત્ર 9 ટેસ્ટ મેચમાં 23.58ની બોલિંગ એવરેજથી 50 વિકેટ ઝડપી છે.
6/6

ભારત-શ્રીલંકા ટેસ્ટના ટોપ-5 બોલરોમાં ભૂતપૂર્વ મહાન ઓલરાઉન્ડર કપિલ દેવ પણ સામેલ છે. તેણે શ્રીલંકા સામે 14 ટેસ્ટ મેચમાં 45 વિકેટ લીધી છે.
Published at : 02 Mar 2022 09:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
