તસવીરોમાં ઋષભ પંત, ટી, નટરાજન, વરુણ ચક્રવર્તી, ચેતેશ્વર પુજારા સહિતના ક્રિકેટરો આકરી વર્કઆઉટ ટ્રેનિંગ કરતાં દેખાઇ રહ્યાં છે.
2/6
ખાસ વાત છે કે ભારતીય ટીમ 69 દિવસના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર છે, અહીં ત્રણ મેચોની વનડે અને ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાશે. આ પછી ચાર મેચોની ટેસ્ટ સીરીઝ રમાવવાની છે.
3/6
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ શનિવારે લાંબા સમય બાદ ટ્રેનિંગ શરૂ કરી દીધી. ટીમ ગુરુવારે અહીં પહોંચી ગઇ હતી. શુક્રવારના દિવસે સિડની ઓલિમ્પિક પાર્ક હૉટલમાં વિતાવ્યો, ટીમ આ સમયે સિડની ઓલિમ્પિક પાર્કની પુલમેન હૉટલમાં ક્વૉરન્ટાઇન થઇ હતી.
4/6
બીસીસીઆઇએ ટ્વીટ કરતા લખ્યું- વિમાનમાંથી ઉતર્યાના બે દિવસ બાદ ભારતીય ટીમે આજે પહેલીવાર બહાર પ્રેક્ટિસ કરી. શરીરને ચલાવવા માટે થોડી ગણી રનિંગ.
5/6
બીસીસીઆઇએ પોતાના ટ્વીટર હેન્ડલ પર તસવીરો શેર કરી છે, જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સખત મહેનત કરતા દેખાઇ રહ્યાં છે.
6/6
ન્યૂ સાઉથ વેલ્સની સરકારે ભારતીય ટીમને ક્વૉરન્ટાઇનમાં રહેતા ટ્રેનિંગ કરવાની પરમીશન આપી દીધી હતી. ભારતીય ટીમના ખેલાડીઓએ શનિવારે જીમ અને ટ્રેનિંગ, રનિંગમાં જબરદસ્ત મહેનત કરી હતી.