શોધખોળ કરો
IND vs ZIM: જાણો ઝિમ્બાબ્વે વિરુદ્ધ કોણે ફટકાર્યા છે સૌથી વધુ રન, 5 સદી સાથે આ બેટ્સમેન છે સૌથી ઉપર.......
India Tour of Zimbabwe: ભારતીય ટીમ ત્રણ મેચોની વનડે સીરીઝ માટે ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે, આ પ્રવાસની શરૂઆત 18 ઓગસ્ટથી એટલે કે આજથી થઇ રહી છે.

ફાઇલ તસવીર
1/6

India Tour of Zimbabwe: ભારતીય ટીમ ત્રણ મેચોની વનડે સીરીઝ માટે ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે, આ પ્રવાસની શરૂઆત 18 ઓગસ્ટથી એટલે કે આજથી થઇ રહી છે. બન્ને ટીમો વર્ષો બાદ ફરી એકવાર મેદાન પર આમને સામને ટકરાશે. કેએલ રાહુલ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
2/6

ભારત અને ઝિમ્બાબ્વેની વચ્ચે રમાયેલી વનડે મેચોમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંદુલકરના નામે છે. તેને ઝિમ્બાબ્વે વિરુદ્ધ 1377 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 49.17 અને સ્ટ્રાઇક રેટ 91.55 રહી. તેને ઝિમ્બાબ્વે વિરુદ્ધ 5 સદીઓ પણ ફટકારી છે.
3/6

વર્તમાન બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પોતાની કેરિયરમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ 1367 વનડે રન બનાવ્યા છે.તે આ બન્ને દેશો વચ્ચે રમાયેલી વનડે મેચોમાં બીજો સૌથી વધુ રન ફટકારનારો બેટ્સમેન છે. ગાંગુલીએ ઝિમ્બાબ્વે વિરુદ્ધ 42.71ની બેટિંગ એવરેજ અને 74.82 ની સ્ટ્રાઇક રેટથી રન ફટકાર્યા છે. તેને ઝિમ્બાબ્વે વિરુદ્ધ 3 સદીઓ ફટકારી છે.
4/6

આ લિસ્ટમાં ત્રીજા નંબર પર ઝિમ્બાબ્વેના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર એન્ડ ફ્લાવર છે. તેને ભારત વિરુદ્ધ વનડે મેચોમાં 1298 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ 40.56 અને સ્ટ્રાઇક રેટ 75.29 રહી છે. એન્ડી ફ્લાવર ભારત વિરુદ્ધ એક સદી ફટકારી શક્યો છે.
5/6

ઝિમ્બાબ્વેનો એલેસ્ટર કેમ્પબેલ અહીં ચોથા નંબર પર છે, કેમ્પબેલે ભારત વિરુદ્ધ વનડે મેચોમાં 35.05ની બેટિંગ એવરેજ અને 73.82 ની સ્ટ્રાઇક રેટથી 1227 રન બનાવ્યા છે. કેમ્પબેલે પણ ભારત વિરુદ્ધ એક સદી ફટકારી છે.
6/6

ભારત -ઝિમ્બાબ્વેની વચ્ચે વનડે મેચોમાં ટૉપ-5 બેટ્સમેનોમાં ગ્રાન્ટ ફ્લાવરનું પણ નામ આવે છે. આ દિગ્ગજ ક્રિકેટરે ભારત વિરુદ્ધ 1165 રન ફટકાર્યા છે. આની બેટિંગ એવરેજ 31.48 અને સ્ટ્રાઇક રેટ 66.23 છે. ભારત વિરુદ્ધ ગ્રાન્ટ ફ્લાવરના નામે એક સદી નોંધાયેલી છે.
Published at : 18 Aug 2022 11:19 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગાંધીનગર
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
