શોધખોળ કરો
જૉ રૂટે સતત ત્રીજી ટેસ્ટ સદી ફટકારીને કરી દીધો રેકોર્ડનો ઢગલો, હવે આ મોટો મુકામ પણ નથી દુર, જાણો.....
Joe_Root_
1/5

India Vs England: લીડ્સના હેડિગ્લે મેદાન પર રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લિશ કેપ્ટન જૉ રૂટ શાનદાર ફોર્મમાં છે. જૉ રૂટે ભારત વિરુદ્ધ સતત ટેસ્ટમાં ત્રીજી સદી ફટકારીને પોતાનો દમ બતાવી દીધો છે. ત્રીજી ટેસ્ટમાં પણ જૉ રૂટે સદી ફટકારી, 121 રનની ઇનિંગની સાથે જ રૂટે પોતાની ટીમને જીત માટે મજબૂત દાવેદાર બનાવી દીધી. એટલુ જ નહીં સાથે સાથે રેકોર્ડના ઢગલા પણ કરી દીધા છે. જો રૂટ આમને આમ રમશે તો વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામ કરી શકે છે.
2/5

હેડિંગ્લમાં જૉ રૂટ અલગ જ તેવરની સાથે મેદાનમાં ઉતર્યો હતો. જૉ રૂટે 73.33ની સ્ટ્રાઇક રેટની સાથે 165 બૉલમાં 121 રનની ઇનિંગ રમી. રૂટે આ ઇનિંગમાં 14 ચોગ્ગા ફટકાર્યા હતા. આ વર્ષે રૂટની આ છઠ્ઠી સદી છે. રૂટે આ મામલામાં માઇકલ વૉનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વૉને 2002માં 6 સદી ફટકારી હતી.
Published at : 27 Aug 2021 10:42 AM (IST)
આગળ જુઓ





















