શોધખોળ કરો
KKR સામે હારતાં દિલ્હીના રીષભ પંત સહિતના ક્યા ક્યા ખેલાડી મેદાન પર જ રડી પડ્યા, ભેટીને એકબીજાને આપ્યું આશ્વાસન.....

KKR Beat DC
1/5

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની ગઇકાલે બીજી ક્વૉલિફાયર મેચ શારજહાં મેદાન પર કોલકત્તા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ હતી, ભારે રસાકસી બાદ આખરે દિલ્હીને એક બૉલ બાકી રહેતા હારનો સામનો કરવો પડ્યો હતો, કેકેઆરે શાનદાર બાદ પ્રદર્શનથી ફાઇનલમાં પ્રવેશ મેળવી દીધો, હવે આગામી 15 ઓક્ટોબરે ચેન્નાઇ અને કોલકત્તા વચ્ચે આઇપીએલ ફાઇનલ મેચ રમાશે.
2/5

કોલકાતા નાઈટ રાઈડર્સે બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સને 3 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. KKRએ ટોસ જીતી દિલ્હીને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું, જેમાં DCએ 20 ઓવરમાં માત્ર 135/5નો સ્કોર કર્યો હતો, જેના જવાબમાં એક સમયે એકતરફી થયેલી મેચને જીતવા માટે કોલકાતાની આંખોમાં પાણી આવી ગયાં હતાં. જોકે રાહુલ ત્રિપાઠીએ છેલ્લી ઓવરના પાંચમા બોલ પર સિક્સ મારી KKRને મેચ જિતાડી હતી.
3/5

કેપ્ટન પંત પણ મેચમાં મળેલી હારને સહન ના કરી શક્યો અને તેની આંખોમાંથી આસુ નીકળી ગયા હતા. લો સ્કોરિંગ મેચમાં હાર્યા પછી દિલ્હીના કેટલાય ખેલાડીઓ ભાવુક થયા અને કેટલાક રડી પડ્યો હતા, આવેશ ખાન પણ રડી પડ્યો હતો.
4/5

દિલ્હી કેપિટલ્સનો પૂર્વ કેપ્ટન શ્રેયસ અય્યરે કૉચ પોન્ટિંગને ભેટીને પડતો દેખાયો હતો.
5/5

હાર બાદ ફાસ્ટ બૉલર આવેશ ખાન પણ ડગઆઉટમાં બેસીને રડતો દેખાયો હતો.
Published at : 14 Oct 2021 09:56 AM (IST)
આગળ જુઓ
Advertisement