શોધખોળ કરો
MI vs RR: બટલરનો શાનદાર કેચથી લઇને પોલાર્ડના બેટ છૂટવા સુધી, જુઓ મેચની 10 બેસ્ટ તસવીરો
01
1/10

યુઝવેન્દ્ર ચહલ (2/26) અને નવદીપ સૈની (2/36) ની શાનદાર બોલિંગને કારણે રાજસ્થાન રોયલ્સે શનિવારે મુંબઈમાં રમાયેલી IPL 2022ની નવમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 23 રનથી હરાવ્યું હતું. રાજસ્થાનના 193 રનના ટાર્ગેટ સામે મુંબઈની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાને 170 રન જ બનાવી શકી હતી. ટીમ તરફથી ઈશાન કિશન અને તિલક વર્માએ અડધી સદી ફટકારી હતી. રાજસ્થાન તરફથી યુઝવેન્દ્ર ચહલ અને નવદીપ સૈનીએ બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે આર અશ્વિન, પ્રસિદ્ધ કૃષ્ણા અને ટ્રેન્ટ બોલ્ટે એક-એક વિકેટ લીધી હતી.
2/10

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈએ પાવર પ્લેમાં બે વિકેટ ગુમાવીને 50 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા (10) અને અનમોલપ્રીત સિંહ (5) રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. ઈશાન કિશને શાનદાર બેટિંગ કરીને ટીમના સ્કોરને આગળ ધપાવ્યો હતો. બીજા છેડે તિલક વર્માએ ઈશાનને સપોર્ટ કર્યો હતો.
Published at : 03 Apr 2022 07:39 AM (IST)
આગળ જુઓ





















