શોધખોળ કરો
વર્લ્ડ ક્રિકેટમાં આ પાંચ ક્રિકેટરો છે એકદમ ફિટ, મેદાન પર ઉતરતા જ ફેન્સ થઇ જાય છે ફિદા, જાણો ભારતના કેટલા છે આમાં.....
ફિટ ક્રિકેટર
1/6

નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં ક્રિકેટરની કેરિયર તેની ફિટનેસ પર આધાર રાખે છે, જે ક્રિકેટરની ફિટનેસ વધુ સારી તેની કેરિયર પણ ક્રિકેટમાં વધુ લાંબી રહે છે. હાલ વર્લ્ડ ક્રિકેટમાં કેટલાય એવા ક્રિકેટરો છે જેની ફિટનેસ જબરદસ્ત રીતે ચોંકાવનારી છે. રેગ્યુલર જિમ અને એક્સરસાઇઝના કારણે ક્રિકેટરોના બૉડી શેપ આકર્ષક બને છે. ફિટનેસ વાળો ક્રિકેટર મેદાન પર અને ફેન્સની વચ્ચે સૌથી લોકપ્રિય બની રહે છે. વિવિધ દેશોના ક્રિકેટ બોર્ડ પણ ક્રિકેટરોની ફિટનેસ ચકાસવા માટે જુદા જુદા ટેસ્ટ કરાવતુ રહે છે, ભારતમાં ફિટનેસ ચકાસણી માટે યો યો ટેસ્ટ ચર્ચિત છે. ભારતમાં યો યો ટેસ્ટ પાસ કર્યા બાદ જે તે ખેલાડીને ટીમ ઇન્ડિયાની ટેસ્ટ, વનડે અને ટી20 ક્રિકેટ ટીમમાં જગ્યા મળે છે. જાણો કયા કયા પાંચ ખેલાડી એવા છે જે ફિટનેસ માટે જાણીતા છે......
2/6

(1) વિરાટ કોહલી- દુનિયામાં સૌથી પહેલા જો કોઇ ખેલાડી ફિટનેસ મામલે નંબર વન હોય તો તે છે ભારતી ટીમનો કેપ્ટન વિરાટ કોહલી, વિરાટ કોહલી વર્લ્ડ ક્રિકેટમાં ફિટનેસ મામલે જાણીતો છે. કોહલી હંમેશા પોતાની ફિટનેસ માટે સમય ફાળવે છે. 32 વર્ષ થવા છતા કોહલીને ફિટનેસ ગજબની છે. વિરાટ કોહલી ફિટનેસના કારણે ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટનો નિયમિત કેપ્ટન છે.
Published at : 05 Apr 2021 11:42 AM (IST)
આગળ જુઓ





















