નવી દિલ્હીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટી20 સીરીઝમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. પ્રથમ ટી20માં તાબડતોડ બેટિંગ કરીને ટીમના સ્કૉરને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડનારો રવિન્દ્ર જાડેજા સીરીઝમાંથી બહાર થયો છે. પ્રતિકાત્મક તસવીર
2/7
(પ્રતિકાત્મક તસવીર)
3/7
આ મામલે બીસીસીઆઇએ ટ્વીટ કરીને લખ્યું- રવિન્દ્ર જાડેજાને પહેલી ટી20 મેચમાં પહેલી ઇનિંગની છેલ્લી ઓવરમાં હેલમેટ પર બૉલ વાગ્યો, ભારતની ફિલ્ડિંગ દરમિયાન યુજવેન્દ્ર ચહલ મેદાન પર ઉતર્યો. બીસીસીઆઇની મેડિકલ ટીમ જાડેજાની સ્થિતિ પર નજર રાખી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)
4/7
(પ્રતિકાત્મક તસવીર)
5/7
ખરેખરમાં કેનબરા ટી20માં જાડેજાને બેટિંગ કરતી વખતે માથામાં બૉલ વાગ્યો હતો, જેના કારણે કનેક્શન સબ્સિટ્યૂટ તરીકે ચહલને મેદાન પર ઉતારવામાં આવ્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)
6/7
રિપોર્ટ છે કે પ્રથમ ટી20માં થયેલી ઇજાના કારણે હવે રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરીઝ નહીં રમી શકે. જાડેજાની જગ્યાએ શાર્દૂલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રતિકાત્મક તસવીર
7/7
શાર્દૂલ ઠાકુર ભારતીય વનડે ટીમમાં પણ હતો, પરંતુ તેને ફક્ત અંતિમ વનડેમાં જ રમાવાનો મોકો મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ ત્રણ ટી20 મેચોની સીરીઝમાં 1-0થી લીડ બનાવી ચૂકી છે. પ્રતિકાત્મક તસવીર