પિતાને અગ્નિદાહ આપતાં પહેલા પંડ્યા બંધુએ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં ફાઇનાન્સનો વેપાર કરતા હતા. જોકે થોડા સમય બાદ 1998માં તેમના પિતા વેપાર બંધ કરીને વડોદરા જવા મજબૂર થયા હતા. એ સમયે હાર્દિક પંડ્યા માત્ર પાંચ વર્ષનો હતો. વડોદરામાં પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો.
2/6
હાર્દિક અને કૃણાલને ક્રિકેટર બનાવવા માટે તેના પિતાએ ઘણી મહેનત કરી હતી. વર્ષો પહેલા સુરતથી વડોદરા રહેવા માટે આવ્યા હતા, તેઓ વાઘોડિયા રોડ પર આવેલા ફ્લેટમાં 2 BHKમાં ભાડે રહેતા હતા. આ આર્થિક સંકડામણ વચ્ચે તેમના પિતા હિમાંશુ પંડ્યા 2011માં હાર્ટ અટેક આવ્યો હતો.
3/6
હાર્દિકના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી. તેઓ હંમેશાં પોતાના બંને દીકરાને પાસે બેસાડી મેચ દર્શાવતા હતા તો અનેકવાર મેચ જોવા માટે સ્ટેડિયમ પણ લઈ ગયા હતા.
4/6
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું 71 વર્ષની વયે હાર્ટઅટેકથી વડોદરામાં નિધન થયું હતું. પિતાના નિધનના સમાચાર બાદ બંને પુત્રો કૃણાલ-હાર્દિક પંડ્યા આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.
5/6
બંને દીકરાએ પીતાંબર પહેરી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પિતાને કાંધ આપી હતી. બાદમાં વડીવાડી ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા
6/6
પિતાના નિધનના સમાચાર મળતાં કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટ છોડીને રવાના થઈ ગયો હતો. તે વડોદરાની ટીમનું નેતૃત્વ કરતો હતો. તેના સ્થાને કેદાર દેવધરને વડોદરા ટીમનો કેપ્ટન બનાવાયો છે. હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમનો હિસ્સો નથી. તે હાલ પત્ની અને પુત્ર સાથે સમય ગાળી રહ્યો છે.