શોધખોળ કરો
500 રૂપિયાથી ઓછામાં મેળવો પુરા 2 મહિનાનુ રિચાર્જ, Jio, Airtel અને VI આપી રહી છે આ ઓફર
Data_offer
1/5

નવી દિલ્હીઃ જો તમે પોતાના મોબાઇલમાં બેસ્ટ રિચાર્જ કરાવવા ઇચ્છતા હોય તો માર્કેટમાં કેટલાય પ્લાન અવેલેબલ છે, જે તમારા માટે સારો ઓપ્શન બની શકે છે. જો તમારે સસ્તા રિચાર્જમાં વધુ ડેટા જોઇતો હોય તો તમે 500નુ રિચાર્જ કરાવી શકો છો.
2/5

હાલમાં 500 રૂપિયાથી ઓછી કિમતમાં જિઓ, એરટેલ, વૉડાફોન શાનદાર પ્લાન ઓફર કરી રહી છે. આ પ્લાનમાં તમને 2 મહિનાની વેલિડિટી મળશે. ખાસ વાત છે કે આ તમામ પ્લાનમાં તમને ડેલી ડેટા અને અનિલિમીટેડ કૉલિંગની સુવિધા પણ મળી રહી છે. તમને કેટલીય એપ્સનુ ફ્રી સબ્સક્રિપ્શન અને એસએમએસ પણ આ પ્લાનમાં ઓફર થઇ રહ્યાં છે. જાણો દરેક કંપનીના આવા પ્લાન વિશે.....
3/5

Airtelનો પ્લાન.... - એરટેલ તમને 399 રૂપિયા વાળી ઓફર આપી રહી છે. આ પ્લાનમાં તમને 2 મહિના એટલે કે 56 દિવસની વેલિડિટી મળી રહી છે. ડેટા પ્રમાણે આ સારો પ્લાન છે. તમને આમાં ડેલી 1.5GB ડેટા મળી રહ્યો છે. વળી પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100SMSની સુવિધા આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં અમેઝૉન પ્રાઇમ, એરટેલ એક્સટ્રીમ સબ્સક્રિપ્શન, ફ્રી હેલોટ્યૂન્સ, ફ્રી વિન્ક મ્યૂઝિકની સુવિધા પણ મળે છે. આ પ્લાનમાં 1 વર્ષ માટે ફ્રી ઓનલાઇન કોર્સીસ અને FASTag પર 100 રૂપિયાનુ કેશબેક પણ મળી રહ્યું છે.
4/5

Jioનો પ્લાન.....- 500 રૂપિયાથી ઓછાના રિચાર્જમાં તમને જિઓના 444 વાળા પ્લાન મળી રહ્યાં છે. આ પ્લાનમાં તમને 2 મહિનાની વેલિડિટી મળી રહી છે. તમે આ પ્લાન ખરીદી શકો છો. આમાં ડેલી 2 જીબી ઇન્ટરનેટ ડેટા અને કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળશે. આ પ્લાનમાં જિઓ સિનેમા એપ્લિકેશન અને જિઓ ટીવી એપ્લિકેશનનો ફ્રી એક્સેસ પણ મળશે.
5/5

Vodafone-Ideaનો પ્લાન...- 2 મહિનાનુ રિચાર્જ અને 500 રૂપિયાથી ઓછી કિંમતમાં તમને વૉડાફોનનો 449 રૂપિયા વાળો પ્લાન મળી રહ્યો છે. આ પ્લાનમાં તમને 56 દિવસની વલેલિટી મળી રહી છે. આ ઉપરાંત આ પ્લાનમાં ડેલી 4જીબી ડેટા એટલે કે કુલ 224જીબી ડેટાનો ફાયદો ઉઠાવી શકો છો. તમને આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ અને ડેલી 100 SMS મળશે. આ પ્લાનમાં મળનારા ડેટામાં તમને વીકેન્ડ ડેટા રૉલઓવરનો ફાયદો મળી રહ્યો છે, સાથે જ Vi Movies & TV Classicનો એક્સેસ પણ મળી રહ્યો છે.
Published at : 21 May 2021 11:37 AM (IST)
આગળ જુઓ





















