શોધખોળ કરો
Nokia Launched: માર્કેટમાં વર્ષો બાદ ફરી આવ્યો નોકિયાનો ફિચર ફોન Nokia 3210, મળે છે Youtube, UPI સાથેના ફિચર્સ
આ ફોન તમે એમેઝૉન પરથી માત્ર 3999 રૂપિયામાં ખરીદી શકો છો. આ એક કીપેડ ફોન છે પરંતુ તમને તેમાં UPI સર્વિસ પણ મળે છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

Nokia 3210 Feature Phone Launched in India: નોકિયા દ્વારા ભારતીય બજારમાં એક નવો ફિચર ફોન લૉન્ચ કરવામાં આવ્યો છે, જેનું નામ છે Nokia 3210 4G. આ એક ખૂબ જ આઇકૉનિક ફિચર ફોન છે, જે હવે નોકિયા દ્વારા નવા ફિચર્સ સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનને પહેલા પણ ભારતીય માર્કેટમાં ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો અને હવે ફરી એકવાર તેની એન્ટ્રી થઈ છે. હવે તે અપડેટેડ ફિચર્સ સાથે પાછો માર્કેટમાં આવ્યો છે.
2/7

તમે આ Nokia 3210 4G એમેઝોન ઇન્ડિયા પરથી ખરીદી શકો છો. આ ફોન તમે એમેઝૉન પરથી માત્ર 3999 રૂપિયામાં ખરીદી શકો છો. આ એક કીપેડ ફોન છે પરંતુ તમને તેમાં UPI સર્વિસ પણ મળે છે. જેની મદદથી તમે QR કોડ સ્કેન કરીને સરળતાથી પેમેન્ટ કરી શકો છો.
3/7

Nokia 3210 4G Specifications - જો આ ફોનના સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો તેમાં 2.4 ઇંચની QGVA ડિસ્પ્લે છે. પ્રદર્શન માટે તમને UniSoC T107 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આમાં તમને 64 MB રેમ આપવામાં આવી છે. આ ફોન S30+ સોફ્ટવેર પર કામ કરે છે. આમાં તમને 128 MB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. માઇક્રો એસડીની મદદથી તમે સ્ટોરેજને 32 જીબી સુધી વધારી શકો છો.
4/7

Nokia 3210 4G Camera & Battery - Nokia 3210 4Gમાં 2MP રિયર કેમેરા છે, આ કેમેરાની સાથે તમને LED ફ્લેશ લાઇટ પણ મળે છે. બેટરીની વાત કરીએ તો તેમાં 1450mAhની નોન-રિમૂવેબલ બેટરી છે. તેની બેટરી અંગે કંપનીનું કહેવું છે કે એકવાર ફુલ ચાર્જ થયા બાદ આ બેટરી 9.8 કલાક સુધી ચાલી શકે છે. આ બધી બાબતો હોવા છતાં આ ફોનનું વજન માત્ર 62 ગ્રામ છે.
5/7

Preloaded Apps - તમને Nokia 3210 4G માં કેટલીક પ્રીલૉડેડ એપ્સ પણ મળે છે. આમાં તમારી પાસે YouTube, YouTube Shorts, News અને Games છે. કંપનીએ તેમાં ખૂબ જ લોકપ્રિય સ્નેક ગેમ પણ આપી છે, આ ગેમ પહેલા પણ ઘણી લોકપ્રિય હતી અને આજે પણ ઘણા લોકો તેને રમે છે.
6/7

મળશે આ ત્રણ કલર ઓપ્શન - Nokia 3210 4G ફોન ત્રણ રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છેઃ સ્કુબા બ્લુ, ગ્રન્જ બ્લેક અને Y2K ગૉલ્ડ.
7/7

તમામ તસવીરો સોશ્યલ મીડિયા પરથી લેવામાં આવી છે
Published at : 13 Jun 2024 12:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
