શોધખોળ કરો
Utility: ઘરમાં દાખલ થતાં જ જતું રહે છે ફોનનું નેટવર્ક? આ 5 રીતથી કાયમ માટે દૂર થઈ જશે પરેશાની
ફોનમાં નેટવર્ક જતું રહેવાનું કારણે નેટવર્ક ટાવરમાં અંતર, જાડી દીવાલો, ઈલેક્ટ્રનિક ડિવાઇસ સામેલ હોઈ શકે છે. નેટવર્ક સમસ્યાના સમાધાન માટે મેન્યુઅલ નેટવર્ક પસંદ કરી શકો છો.
યુઝર્સ સાથે ઘણી વખત એવું બનતું જોવા મળ્યું છે કે તેઓ ઘર, ઓફિસ કે અન્ય કોઈ જગ્યાએ પ્રવેશતાની સાથે જ તેમના ફોન પરથી નેટવર્ક ગાયબ થઈ જાય છે. જેના કારણે ઘણી વખત યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
1/7

ફોન નેટવર્ક જતું રહેવાના કારણે, તમે ન તો કોઈને કૉલ કરી શકો છો, ન તો મેસેજ મોકલી શકો છો અને ન તો ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. તો ચાલો જાણીએ કે ફોનમાંથી નેટવર્ક કેવી રીતે ગાયબ થઈ જાય છે અને તેને ઠીક કરવા શું કરવું જોઈએ.
2/7

જો તમારા ફોનમાંથી નેટવર્ક જતું રહે છે અથવા કોઈ સિગ્નલ નથી તો તેની પાછળનું કારણ એ હોઈ શકે છે કે તમારું ઘર નેટવર્ક ટાવરથી દૂર છે, જેના કારણે ફોન પર સિગ્નલ નથી આવી રહ્યું. આ સિવાય જો ઘર કે ઓફિસમાં કોંક્રીટ, ધાતુ કે જાડી ઈંટોથી બનેલી દીવાલો હોય તો તેના કારણે સિગ્નલ પણ નબળા પડી જાય છે. તે જ સમયે, કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ નેટવર્કમાં દખલ કરી શકે છે.
Published at : 22 Jul 2024 04:52 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ





















