શોધખોળ કરો

પેટ્રોલ-ડીઝલ પછી હવે તમારું મોબાઈલ રિચાર્જ પણ થઈ શકે છે મોંઘું! જાણો પાછળનું મોટું કારણ

ટેલિકોમ ટાવર્સ ચલાવવામાં વપરાતા ડીઝલ અને વીજળીના વધતા ખર્ચની સીધી અસર ટૂંક સમયમાં ગ્રાહકોના ખિસ્સા પર પડી શકે છે. 5G નેટવર્કના વિસ્તરણથી કંપનીઓના આર્થિક બોજમાં વધુ વધારો થયો છે.

દેશમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવોએ પહેલાથી જ સામાન્ય માણસનું બજેટ ખોરવી નાખ્યું છે. 107 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચેલા પેટ્રોલના ભાવની અસર હવે માત્ર વાહનો પૂરતી સીમિત નથી રહી.

1/5
તાજેતરના અહેવાલો મુજબ, ઇંધણના આ વધતા ભાવોને કારણે ટૂંક સમયમાં જ તમારા મોબાઈલ રિચાર્જ પ્લાન પણ મોંઘા થઈ શકે છે. ટેલિકોમ કંપનીઓને ટાવર ચાલુ રાખવા માટે ડીઝલ અને વીજળી પાછળ જે જંગી ખર્ચ કરવો પડે છે, તેનો સીધો બોજો હવે ગ્રાહકો પર આવી શકે તેવી પૂરી શક્યતા છે.

2/5
તમને કદાચ નવાઈ લાગશે કે પેટ્રોલ-ડીઝલ અને મોબાઈલ રિચાર્જ વચ્ચે શું સંબંધ છે? તો વાત એમ છે કે, તમારા ફોનમાં 24 કલાક નેટવર્ક ચાલુ રહે તે માટે દેશભરમાં હજારો મોબાઈલ ટાવર્સ રાત-દિવસ ધમધમતા રહે છે. આ ટાવર્સને ચાલુ રાખવા માટે મુખ્યત્વે વીજળી અને ડીઝલનો ઉપયોગ થાય છે. એક અંદાજ મુજબ, મોબાઈલ ટાવરના કુલ મેન્ટેનન્સ અને ઓપરેટિંગ ખર્ચના લગભગ 40 ટકા રૂપિયા માત્ર ઇંધણ અને વીજળી પાછળ જ વપરાય છે. હવે જ્યારે પેટ્રોલ-ડીઝલ મોંઘા થઈ રહ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે આ ટાવર્સ ચલાવવાનો ખર્ચ પણ આસમાને પહોંચશે.

3/5
ટેલિકોમ કંપનીઓ માટે પોતાનું નેટવર્ક ક્યારેય બંધ ન પડે તે સૌથી મોટી પ્રાથમિકતા હોય છે. ભારતના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં હજુ પણ પાવર કટની સમસ્યા રહે છે, ત્યાં આ ટાવર્સ મોટાભાગે ડીઝલ જનરેટર પર જ નિર્ભર હોય છે. રિપોર્ટ્સનું માનીએ તો, દેશની મોટી ટેલિકોમ કંપનીઓએ દર વર્ષે સેંકડો કરોડ રૂપિયા માત્ર ડીઝલ ખરીદવા પાછળ જ ખર્ચવા પડે છે. ઇંધણના ભાવમાં થતો નાનો અમથો વધારો પણ કંપનીઓના ખિસ્સા પર મોટો ફટકો મારે છે.

4/5
આ સમસ્યામાં 5G નેટવર્કે વધુ ઉમેરો કર્યો છે. અત્યારે દેશમાં 5G નેટવર્ક ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, અને આ 5G ટાવર્સ જૂના નેટવર્કની સરખામણીમાં ઘણી વધારે વીજળી વાપરે છે. તેમને સતત હાઈ-પાવર સપોર્ટની જરૂર પડે છે, જેથી આવનારા સમયમાં કંપનીઓનો ખર્ચ હજુ વધવાની શક્યતા છે. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઇનમાં ચાલી રહેલી સમસ્યાઓને કારણે નેટવર્કના સાધનો, બેટરી અને અન્ય હાર્ડવેરના ભાવ પણ વધી ગયા છે.

5/5
આ તમામ પરિબળોને જોતા ટેલિકોમ કંપનીઓ છેલ્લા ઘણા સમયથી પોતાના ટેરિફ (રિચાર્જ પ્લાન) વધારવાનું વિચારી રહી છે. નિષ્ણાતોનું માનીએ તો આ નિર્ણય ધાર્યા કરતાં ઘણો વહેલો લેવાઈ શકે છે. જો આમ થશે, તો આવનારા મહિનાઓમાં તમારે કોલિંગ અને ડેટા પેક માટે વધારે પૈસા ચૂકવવા પડશે. ટૂંકમાં કહીએ તો, પેટ્રોલ અને ડીઝલનો ડામ હવે સામાન્ય માણસના મોબાઈલ બજેટને પણ દઝાડશે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Advertisement

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ  મોત થયાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar:  લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3  લોકોના મોત

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Embed widget