ટ્રમ્પ સમર્થકોએ દિવાલ પર ચડીને વ્હાઇટ હાઉસમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો.
2/9
વોશિંગ્ટન ડીસી બહાર ટ્રમ્પ સમર્થકોએ તોડફોડ કરી હતી.
3/9
અમેરિકાની ઈતિહાસમાં આ પ્રકારના દ્રશ્યો કદાચ ક્યારેય નહીં સર્જાયા હોય.
4/9
હિંસા વચ્ચે ચૂંટાયેલા પ્રેસિડેંટ જો બાઇડેને ટ્રમ્પને અપીલ કરી છે કે, તેઓ ટેલિવિઝન પર આવે અને બંધારણની રક્ષા કરે. રિપોર્ટ અનુસાર ટ્રમ્પ સમર્થકો ચૂંટણી રદ કરવાની માગ કરી રહ્યા હતાં. આ દરમિયાન પોલીસે અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી.
5/9
ધરણાં કરતા પ્રદર્શનકારીઓ હિંસક બનતા તેમને કાબૂમાં લેવા નેશનલ ગાર્ડે કાર્યવાહી કરવી પડી હતી. અહેવાલ પ્રમાણે નેશનલ ગાર્ડની કાર્યવાહીમાં એક મહિલાને ગોળી લાગતા તેનું મોત નિપજ્યુ છે.
6/9
અમેરિકાના 300 વર્ષના ઇતિહાસમાં ચૂંટણી હારેલા રાષ્ટ્રપતિએ પોતાની હાર સ્વીકારવાની ના પડી હોય અને સમર્થકોએ અમેરિકન સંસદમાં ઘૂસીને હોબાળો કર્યો હોય તેવું ક્યારેય બન્યું નથી.
7/9
અમેરિકામાં હંગામો થયા બાદ હવે વોશિંગ્ટનમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તે જ સમયે, ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાક ટ્વિટ ડિલીટ કરી દીધા છે અને તેનું ટ્વિટર એકાઉન્ટ 12 કલાક માટે સસ્પેન્ડ કર્યું છે. આ દરમિયાન આજે ટ્રમ્પને હટાવવાની પ્રક્રિયા આજે શરૂ થશે.
8/9
અમેરિકન સંસદે જો બાઇડેનને વિજેતા જાહેર કર્યા છતાં ટ્રમ્પ હાર માનવા તૈયાર નથી. આજે ટ્રમ્પના સમર્થકોએ અમેરિકન સંસદને બંધક બનાવી હતી. જે દરમિયાન ટ્રમ્પ સમર્થકો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે બબાલ થઈ હતી.
9/9
અમેરિકન સંસદે જો બાઇડેનને વિજેતા જાહેર કર્યા છતાં ટ્રમ્પ હાર માનવા તૈયાર નથી. આજે ટ્રમ્પના સમર્થકોએ અમેરિકન સંસદને બંધક બનાવી હતી. જે દરમિયાન ટ્રમ્પ સમર્થકો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે બબાલ થઈ હતી.