શિવ મહાપુરણમાં જણાવ્યા મુજબ ગણપતિની બે પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ તથા બે પુત્રો શુભ અને લાભ છે.
2/6
હિન્દુ ધર્મમાં 5 સૌથી વધારે પૂજાતા ભગવાનમાં એક ગણેશ પણ છે. તેઓ ભગવાન શિવ અને માતા પાર્વતીનું સંતાન છે. ગણપતિની મૂર્તિમાં સૌથી મહત્વપૂર્ણ તેમની સૂંઢ માનવામાં આવે છે. તેમને વિધ્નહર્તા પણ કહેવામાં આવે છે.
3/6
અભિનેત્રી માધુરી દીક્ષિત, શિલ્પા શેટ્ટી અને કોરિયોગ્રાફર રેમો ડિસૂજાના ઘરે પણ ગણપતિ સ્થાપના કરવામાં આવી છે.
4/6
નવી દિલ્હીઃ દેશભરમાં આજે ગણેશ ચતુર્થી મનાવવામાં આવી રહી છે. તેની સાથે જ ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષની જેમ બોલીવુડ સેલેબ્સથી માંડી આમ આદમી ગણપતિ બાપાનું સ્થાપન કરી રહ્યા છે. ઘરમાં 10 દિવસ સુધી મહેમાન રહ્યા બાદ મૂર્તિનું વિસર્જન કરી દેવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવી છે.
5/6
દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરે પણ દોઢ દિવસના ગણેશની સ્થાપના થઈ છે. તેને એન્ટિલિયાના રાજા પણ કહે છે.
6/6
માયાનગરી મુંબઈમાં ગણેશ ઉત્સવને લઈ ધૂમ જોવા મળી રહી છે. મુંબઈના પ્રસિદ્ધ લાલબાગના રાજાની 22 ફૂટ ઊંચી મૂર્તિ બનાવવામાં આવી છે. મુંબઈમાં ગણેશ ઉત્સવને લઈ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મુખ્ય પંડાલોમાં પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે.