પીઆઇથી ડીવાયએસપીને પ્રમોશન માટે ઘણા લાંબા સમયથી રાહ જોવાતી હતી. તેની ફાઈલ ગૃહ ખાતા પાસે હતી. આખરે તેને ક્લિયર કરી દેવામાં આવી છે. બઢતી અપાતાં જ તમામ પીઆઈનો ગ્રેડ-પે પણ વધી ગયો છે.
12/13
ગુજરાતમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં કે એન્જસીઓમાં ફરજ બજાવી રહેલા 83 પોલીસ ઈન્સ્પેક્ટરોને સરકારે પ્રમોશન આપીને તેમને નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ડીવાયએસપી બનાવવામાં આવ્યા છે જેમાં 13 પીઆઈને બઢતી સાથે અમદાવાદમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. બઢતી પામેલા તમામ અધિકારીઓની ખાલી પડેલી જગ્યાઓ પર બદલી કરી દેવાઈ છે.
13/13
ગાંધીનગર: મોડી રાત્રે ગુજરાત પોલીસતંત્રમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાતના 83 પોલીસ ઈન્સ્પેક્ટરને બઢતી આપીને DySP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્ય પોલીસતંત્રમાં ફરજ બજાવતા 77 DySPની આંતરિક બદલી કરવામાં આવી છે.