પીક અવરમાં આ ટ્રેનનું દર બે મિનિટે જ્યારે ભીડ ઓછી હોય ત્યારે 12થી 15 મીનિટે ટ્રેનનું સંચાલન કરવામાં આવશે.
4/9
સરેરાશ 34 કિલોમીટરની સ્પીડે દોડનારી આ ટ્રેન એક સ્ટેશન પર 30 સેકન્ડ રોકાશે.
5/9
મેગા કંપની દ્વારા મેટ્રો ટ્રેનના 96 કોચ માટે 1050 કરોડ રૂપિયાના ખર્ચે દક્ષિણ કોરિયાની કંપનીને વર્ક ઓર્ડર આપ્યાં છે. શહેરીજનો આ કોચ કેવો હશે તે જુએ તે માટે મોક કોચ અમદાવાદ આવવા રવાના થઈ ગયો છે.
6/9
એક કોચમાં 300 લોકો મુસાફરી કરી શકશે જેમાં 40થી 50 લોકો બેસી શકશે જ્યારે 250 લોકો ઉભા રહી શકશે.
7/9
અમદાવાદમાં ડિસેમ્બર 2018 સુધીમાં ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી મેટ્રો ટ્રેનનું સંચાલન શરૂ કરવાની કવાયત તેજ કરવામાં આવી છે.
8/9
મેટ્રોના ડમી કોચનું ગુજરાતમાં આગમન થઈ ગયુ છે. મુંદ્રા પોર્ટ ખાતે મેટ્રો ટ્રેનના મોક ડબ્બા પહોંચી ગયા છે. જેને અમદાવાદમાં લાવવામાં આવશે અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડિસ્પલે માટે મુકવામાં આવશે.
9/9
અમદાવાદીઓ મેટ્રો ટ્રેનને જોવા માટે પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી જ આતુર છે. હવે આ આતુરતાનો ધીમે ધીમે અંત આવી રહ્યો છે. આગામી જાન્યુઆરી મહિનાથી અમદાવાદમાં મેટ્રો ટ્રેનની ટ્રાયલ પણ શરૂ કરવામાં આવશે.