ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ ગાંધીનગર એલસીબીએ આ હોટલમાં દરોડા પાડ્યા હતાં જેમાં યુવક અને યુવતીઓની અટકાયત કરવામાં આવી હતી.
3/6
પોલીસે 11 હુક્કા કબ્જે કરી શમિયાણા રેસ્ટોરન્ટના માલિક સહિત 3 લોકોની ધરપકડ કરી છે જ્યારે ટોબેકો તથા અલગ-અલગ ફ્લેવર પણ કબ્જે લેવામાં આવી છે.
4/6
ગાંધીનગરની શમિયાણા હોટલમાં યુવક અને યુવતીઓ હુક્કા પીતા હતા તે દરમિયાન બાતમીના આધારે પોલીસ દરોડા પાડ્યા હતાં જેમાં 23 યુવકો અને 4 યુવતીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે હુક્કાબાર પર રેડ કરીને અનેક ફ્લેવરનાં હુક્કા મળી આવ્યા હતાં. એક મહિલાથી આ હોટલમાં હુક્કા પીવાનું ચાલતું હતું તેવું જાણવા મળ્યું છે.
5/6
ગાંધીનગર: ગઈકાલ રાતે ગાંધીનગરમાં આવેલ શમિયાણા હોટલમાં ચાલતું હુક્કાબાર હતી જ્યાં પોલીસે દરોડા પાડ્યા હતાં. જેમાં 23 યુવકો અને 4 યુવતીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે દરોડો પાડતાં અલગ-અલગ પ્રકારની હુક્કાની ફ્લેવર પણ મળી આવી હતી. જોકે આ અગાઉ પોલીસે આ જ હુક્કાબારમાં દરોડા પાડ્યા હતાં.
6/6
હોટલમાં યુવક અને યુવતીઓ હોટલમાં હુક્કા પી રહી હતી તે દરમિયાન પોલીસે રેડ પાડી હતી જેના કારણે હોટલમાં યુવક અને યુવતીઓમાં દોડધામ મચી ગઈ હતી. જ્યારે યુવતીઓ પોતાનું મોઢાં સંતાડતી હતી. પોલીસે 23 યુવક અને 4 યુવતીઓની પૂછપરછ પણ કરી હતી.