શોધખોળ કરો
હાર્દિક પટેલને મળવા જવા માટે પાટીદારોએ શું કરવું પડે છે? જાણો વિગત
1/4

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ પાટીદારોને અનામત અને ખેડૂતોનું દેવું માફ કરાવવાને લઈ આજે બપોર બાદ 3 વાગ્યે આમરણાંત ઉપવાસ પર ઉતરવાનો છે. હાર્દિક પટેલ ભાડાના ફાર્મ હાઉસ પર ઉપવાસ કરવાનો છે ત્યારે તેમાં સામેલ થવા માટે તેના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી રહ્યા છે.
2/4

હાર્દિક પટેલના ઉપવાસને પગલે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે SRPની ત્રણ ટુકડી ખડે પગે કરી દેવાઈ છે. આ સાથે 3 DCP, 8 ACP, 35 PI, 200 PSI અને 3000 પોલીસ જવાનો સુરક્ષા માટે તહેનાત કરી દેવમાં આવ્યા છે.
3/4

એટલું જ નહીં, અહીં આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આમ હાર્દિકનું ઘર પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આ સિવાય પાટીદાર ગઢ ગણાતા પૂર્વના વિસ્તારો અને બાપુનગર, ઓઢવ, નિકોલ સહિત અનેક વિસ્તારોમાં પોલીસનો મોટો ખડકી દેવામાં આવ્યો છે.
4/4

અમદાવાદ રિંગ રોડ પરના ગ્રીનવૂડ રિસોર્ટમાં હાર્દિકના નિવાસે જતાં પાટીદાર સમર્થકોને પોલીસ ગેટ બહાર ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ તેમનું નામ નોંધીને અંદર પ્રવેશ આપી રહી છે. પોલીસની આ કાર્યવાહીથી પાસ નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે.
Published at : 25 Aug 2018 11:25 AM (IST)
View More





















