વલસાડમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આગાહી વચ્ચે જ વલસાડ અને વાપી સહિતાના અનેક વિસ્તારોમાં વીજળી સાથે તોફાની વરસાદ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પ્રમાણમાં સારો વરસાદ વરસી રહ્યો છે.
2/6
તેમજ 11મી જુલાઇથી ગુજરાતમાં ચોમાસુ જોર પકડે તેવા સંકેતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે કહ્યું કે 10 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છનાં વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
3/6
તેમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠે વસતા માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
4/6
આગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં મેઘમહેર થવાની શક્યતા છે, જે અંતર્ગત આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે અને ત્રણ દિવસ ભારેથી મધ્યમ જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
5/6
તેમજ 11મી જુલાઇથી ગુજરાતમાં ચોમાસુ જોર પકડે તેવા સંકેતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે કહ્યું કે 10 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છનાં વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
6/6
અમદાવાદ: અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનથી આગામી પાંચ દિવસ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં હળવાથી અતિભારે વરસાદની વકી છે. ખાસ કરીને આગામી બે દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.