વધુમાં પનારાએ કહ્યું કે, હાર્દિકે લખેલા પુસ્તકમાંથી મળતી રોયલ્ટીની રકમ કોને ફાળવવી તેનો પણ તેણે ઉલ્લેખ કર્યો છે. આ બુકની રોયલ્ટીની રકમ માતા-પિતા , બહેન અને 14 શહીદ પાટીદારોને આપવાની જાહેરાત કરાઇ હતી. તે સિવાય જો ઉપવાસ દરમિયાન દેહત્યાગ કરે તો નેત્રદાન પણ કરવાની હાર્દિકે ઇચ્છા વ્યક્ત કરી હતી.
2/5
3/5
4/5
અમદાવાદઃ છેલ્લા નવ દિવસથી ઉપવાસ પર બેસેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે વસિયતનામું જાહેર કર્યું હતુ. પાસના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી હાર્દિકના વસિયતનામાની જાહેરાત કરી હતી. હાર્દિકનું વસિયતનામું જાહેર કરતા મનોજ પનારાએ કહ્યું કે, હાર્દિક પાસે બેન્કમાં 50 હજાર રૂપિયા, એક ગાડી અને વીમા પોલીસી છે. હાર્દિકે પોતાની બચતમાંથી 20 હજાર માતાપિતાને અને 30 હજાર રૂપિયા પાંજરાપોળમાં આપવાનું કહ્યું છે.