આ ઉપરાંત સરકારના ઈશારે કેટલાંક લોકોના ફોન રેકોર્ડીગ કરાતા હોવાના આક્ષેપના કારણે તેઓ મોટા વિવાદમાં આવ્યા હતા. જો કે સરકારના માનીતા હોવાથી આ આક્ષેપોની તપાસ પણ થઈ નહોતી કે તેમના વિરૂધ્ધ કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામા આવી નહોતી.
2/5
મૂળ બિહારના શર્મા 1987 બેચના ગુજરાત કેડરના અધિકારી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સંયુકત પોલીસ કમિશનર હતા ત્યારે અનેકવાર વિવાદમાં સપડાયા હતા. તેમાન હોદ્દાનો દુરૂપયોગ કરીને થલતેજના શાંતિનાથ મંદિરમાં 200 કરોડ રૂપિયાની મિલ્કતો તેમના ભત્રીજા પિન્કુએ પચાવી પાડી હોવાનો આક્ષેપ થયો હતો.
3/5
શર્મા હાલમાં સીબીઆઇમાં જોઇન્ટ ડાયરેકટર છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર આવી તે પછી જેમને ગુજરાતમાંથી કેન્દ્રમાં લઈ જવાયા તેમાં શર્મા એક હતા. શર્માને સીબીઆઈમાં પ્રમોશન આપવા માટે અન્ય 6 આઈપીએસ અધિકારીને પણ પ્રમોશન આપવામા આવ્યા હતા.
4/5
અમદાવાદઃ દેશની બેંકોને 9000 કરોડનો ચૂનો લગાવીને ભાગી ગયેલા વિજય માલ્યા ફરી ચર્ચામાં છે. વિજય માલ્યાને ભારતમાંથી ભગાડવામાં ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી એ.કે શર્માએ મદદ કરી હતી તેવો આક્ષેપ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કરતાં ખળભળાટ મચ્યો છે.
5/5
અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સંયુકત પોલીસ કમિશનર રહી ચૂકેલા એ.કે શર્મા મોદીના માનીતા રહ્યા છે. આ કારણે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસની સીટની તપાસ માટે રચાયેલી ,ટમાં પણ તેમેન સમાવાયા હતા. તે વખતના તેમના સીટના અધિકારી સતિશ શર્મા સાથે તેમને વિવાદ થયો હતો.