શોધખોળ કરો
Advertisement
દ્વારકામાં ઉદ્યોગપતિના પુત્રના લગ્નપ્રસંગે યોજાયો ગીતા રબારીનો કાર્યક્રમ, લોકોએ કોરોનાનો નિયમોની કરી ઐસીતૈસી
ગાયક કલાકાર ગીતાબેન રબારીના ગીતોમાં દ્વારકાના ખંભાળિયાના મોવાણ ગામે લોકો કોરોનાની ગાઇડલાઈન્સ ભૂલ્યા હતા. કલાકાર ગીતા રબારી અને સાંસદ પૂનમ માડમ સહિતના અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.
દ્વારકાઃ બે દિવસ પહેલા દ્વારકા જિલ્લાના ખંભાળિયાના નવી મોવાણ ગામે હાઈપ્રોફાઇલ લગ્ન યોજાયા હતા. ઉદ્યોગપતિ ભીખુભાઈ ગોજીયાના પુત્ર નિર્મલ હેલિકોપ્ટરમાં લગ્ન કરવા પહોંચ્યો હતો. આ પછી ગઈ કાલે પહેલી ડિસેમ્બરે નવી મોવાણ ખાતે રિસેપ્શન યોજાયું હતું. આ સમયે ગુજરાતી ગાયિકા ગીતા રબારી સહિતના બીજા કલાકારોનું પર્ફોમન્સ યોજાયું હતું.
હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઊડતો કાર્યક્રમનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ગાયક કલાકાર ગીતાબેન રબારીના ગીતોમાં દ્વારકાના ખંભાળિયાના મોવાણ ગામે લોકો કોરોનાની ગાઇડલાઈન્સ ભૂલ્યા હતા. કલાકાર ગીતા રબારી અને સાંસદ પૂનમ માડમ સહિતના અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.
ઉદ્યોગપતિના પુત્રના લગ્ન રિસેપ્શનમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું હતું. સામાજિક અંતર અને કોવીડની ગાઈડલાઈન્સ અંગે જાગૃતિ ફેલાવવા કલાકાર ગીતાબેન રબારીના જ કાર્યક્રમમાં જ સામાજિક અંતર સહિત અનેક નિયમોના ધજાગરા ઉડ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion