પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મિલન કથીરિયા સિવાયના આરોપીઓ બીઆરટીએસ બસ સળગાવવામાં પણ સંડોવાયેલા હોવાથી તેમની વિરુદ્ધ બસ સળગાવવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.
3/4
મળતી વિગતો પ્રમાણે, રવિવારની રાત્રે શ્યામઘામ ચોક, ચાર રસ્તા પર આઠથી દસ અજાણ્યા શખ્સોએ ટાયરો સળગાવ્યા હતા. આ અંગે સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે મિલન ઘનશ્યામ કથીરિયા ( રહે: તાપીદર્શન સોસાયટી, નાના વરાછા), પાર્થ પરસોતમ બાલધા (રહે: તિરુપતિ સોસાયટી, યોગીચોક), ભરત પોપટ કાકડિયા (રહે: રણછોડનગર, સીમાડા નાકા), યોગેશ ઉર્ફે ગાંડો લાભુ બેલડિયા (રહે: સમ્રાટ સોસાયટી, લંબેહનુમાન રોડ), અને હિરેન રણછોડ નાકરાણી (રહે: ગોપીનાથ રો-હાઉસ. લજામણી ચોક, મોટા વરાછા)ને પકડી પાડ્યા હતા. તે સિવાય જાકીર ગુલામ શેખ ( રહે: રહેમતનગર સોસાયટી, વાલક પાટિયા)ની પણ આ મામલે ધરપકડ કરાઇ હતી.
4/4
સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલની અટકાયત બાદ સુરતમાં ફાટી નીકળેલી હિંસામાં સરથાણા પોલીસે પાસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી છે. હાર્દિકની અટકાયત બાદ રવિવારે રાત્રે સરથાણા પોલીસ મથકની હદમાં ટાયર સળગાવ્યા ઉપરાંત બીઆરટીએસની બસમાં પણ આગ ચાંપી દેવાઇ હતી. પોલીસે ટાયર સળગાવવાના ગુનામાં પાસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી હતી.