સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. લોકોની સુરક્ષાની જવાબદારી સંભાળતા પોલીસકર્મી પાર્કિંગ જેવી સામાન્ય બાબતે ઝઘડી પડ્યા હતા. એટલું જ નહીં મહિલાઓ પર પણ કોન્સ્ટેબલ અને તેના પુત્રએ હાથ ઉપાડ્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
5/7
થોડીવાર મહિલાઓ વચ્ચે હાથાપાઈ થઈ હતી. ત્યાર બાદ સમગ્ર ઝઘડામાં મહિલા કોન્સ્ટેબલ પર પોલીસપુત્રએ લાકડી વડે હુમલો કર્યો હતો.
6/7
ચાંદખેડામાં આવેલા માનમંદિર પાસે આવેલી એક સોસાયટીમાં બે પોલીસકર્મીના પરિવાર વચ્ચે વાહન પાર્કિગ બાબતે તકરાર ચાલી રહી હતી. આ સામાન્ય બાબતે અચાનક ઉગ્ર બોલાચાલી બાદ મામલો આગળ વધી ગયો હતો અને અમુક લોકો હાથ તો અમુક લોકો લાકડીથી હુમલો કરતાં જોવા મળ્યાં હતાં.
7/7
અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં થોડા દિવસ પહેલા બે પોલીસકર્મીના પરિવાર વચ્ચે ઝઘડાની ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં પાર્કિંગ જેવી સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે જબરદસ્ત બાખડ્યા હતા. આ ઝઘડામાં મહિલા કોન્સ્ટેબલ પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો.