આ સાથે જ કહ્યું કે, સરકારે આ અંગે ઝડપી નિર્ણય લેવો જોઈએ. હાર્દિકનો ઉપવાસ કોઈના લાભ માટે નહીં પણ સરકાર સામેનું આંદોલન છે.
2/5
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઊંઝા ઉમિયા ધામના પ્રમુખે પણ હાર્દિકની મુલાકાત લઈને સરકાર સાથે આ મામલે ચર્ચા અને સમાધાન કરવાની વાત કહી હતી. વધુમાં સવારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ હાર્દિક પટેલને મળીને પોતાનું સમર્થન આપ્યું હતું.
3/5
હાર્દિકના ખબર અંતર પુછીને લાલજી પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, જો પાટીદારોને એવોઈડ કરવામાં આવશે તો 2019માં સરકારને તેનું પરિણામ ભોગવવું પડશે. સાથે જ ઉપવાસ આંદોલન મજબૂત કરવા માટે પણ તેમણે હાર્દિક પટેલ સાથે ચર્ચા કરી હતી.
4/5
અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસના આઠમાં દિવસે એક પછી એક અનેક સ્થાનિક અને રાજકીય નેતાઓ હાર્દિક પટેલની મુલાકાતે આવ્યા હતા. જેમાં એસપીજી નેતા લાલજી પટેલ પણ હાર્દિકને મળવા છાવણી ખાતે પહોંચ્યા હતા.
5/5
હાર્દિકના સમર્થનમાં JNUના પૂર્વ વિદ્યાર્થી તેવા કન્હૈયા કુમારે પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, હાર્દિક ભગત સિંહની સાથે ગાંધીના રસ્તે પણ ચાલવાની વાત કરી રહ્યો છે. સરકારી નીતિઓથી બેહાલ કુષિ જાતિઓ માટે બાબા સાહેબના સામાજીક ન્યાયને લાગુ કરવા માટે છેલ્લા 8 દિવસથી ઉપવાસ કરી રહ્યો છે. તબિયત બગડવા છતાં પણ તેનો સંધર્ષ ચાલુ છે. કારણ કે તેમાં કરોડો યુવાઓનો અવાજ સામેલ છે.