કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ મોડિયાએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં પોતે જિયાણા ગામે પહોંચ્યા હતા. જ્યાં પહોંચ્યા ત્યારે જયેશ રામાણી જિયાણામાં કિશોર રામાણીના ઘરમાં ખાટલા પર સૂતો હતો અને તે ચાલીને 108માં બેઠો હતો જોકે તે બોલી શકતો નહોતો. જયેશ અને એક અજાણ્યો શખ્સ જિયાણા ગામે કિશોર રામાણીના ઘરે પહોંચ્યા હતા. કિશોર અને તેની પત્ની જલ્પાબેન ચાલીને રૂમ તરફ જતા હતા ત્યારે જયેશે પાછળથી કિશોર રામાણી પર છરીથી હુમલો કર્યો હતો.
2/6
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જયેશ બે ભાઈમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે. જયેશની પત્ની સોનલબેન હાલમાં સગર્ભા છે. પરિવારમાં નવા સભ્યનું આગમન થાય તે પૂર્વે જયેશનાં મોતથી ગમગીની છવાઈ ગઈ હતી. જયેશની એસિડ પીવડાવી હત્યા કરાયાનો તેના પિતાએ આક્ષેપ કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી.
3/6
સામા પક્ષે રામપાર્કનો કિશોર ચનાભાઇ રામાણી પણ ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેણે તેના પર જયેશ રામાણી અને તેની સાથેના એક અજાણ્યા શખ્સે છરીથી હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ મોડિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
4/6
છગનભાઈએ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફ સમક્ષ જણાવ્યું હતું કે, ચાંદીકામ કરતો જયેશ મોરબી રોડ પરના રામપાર્કમાં રહેતા કિશોર ચના રામાણી પાસે રૂપિયા 20 લાખ માગતો હતો અને તેની ઉઘરાણી કરવા કિશોરના મૂળ ગામ જિયાણા ગયો હતો ત્યારે કિશોરે લેણદાર જયેશને એસિડ પીવડાવી દેતાં જયેશનું મોત નિપજ્યું હતું.
5/6
રાજકોટની કબીરવન સોસાયટીમાં રહેતા યુવકે રૂપિયા 20 લાખની ઉઘરાણીના મુદ્દે જિયાણા ગામે જઈ યુવક પર છરીથી હુમલો કર્યો હતો. હુમલા કર્યા બાદ હુમલાખોર યુવકને એસિડ પીવડાવ્યું હતું જેના કારણ તેનું મોત નીપજ્યું હતું. યુવકને એસિડ પીવડાવી મોતને ઘાટ ઉતારી દેવાયાનો આક્ષેપ થતાં પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. યુવકે લખેલી સુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે, હું જયેશ રામાણી મને કિશોર ચના રામાણીએ એસિડ પીવડાવ્યું છે.
6/6
સંતકબીર રોડ પરની કબીરવન સોસાયટીમાં રહેતા અને મોરબી રોડ પર ભગવતી હોલ નજીક ચાંદીકામ કરતા જયેશ છગનભાઇ રામાણીને સોમવારે સાંજે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે ફરજ પરના તબીબે જયેશને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. જયેશને તેના પિતા છગનભાઇ નાગજીભાઈ રામાણી હોસ્પિટલે લઈને આવ્યા હતા.