શોધખોળ કરો
રાજકોટ હાઇવે પર ત્રિપલ અકસ્માત, એક લેડી કૉન્સ્ટેબલ સહિત ચાર લોકોના મોત- બે ગંભીર
1/6

ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને મૃતકોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. સ્થળ પરથી જાણવા મળતી વિગત પ્રમાણે ટ્રકચાલકે તેની કેબિન બહાર ટીંગાઇને બૂમો પાડી રહ્યો હતો કે, દૂર હટો દૂર હટો, બ્રેક ફેઇલ છે. પરંતુ ભરબજારે આવું થતા અનેકને અડફેટે લીધા હતા. ઇકો કારમાં આઠ લોકો સવાર હોવાનું જાણવા મળે છે.
2/6

ઉપરાંત રાણીંગપર ગામના રસિલાબેન બાબુભાઇ ચોપાણી (ઉ.28) અને પીપળીયા છોળા ગામના એકતા ગોરધનભાઇ પરમારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે એક યુવતી મૈત્રી અશ્વિનભાઇ જોશી (ઉ.26) નું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોત થયું હતું.
Published at : 29 Apr 2018 11:13 AM (IST)
Tags :
Car And Truck AccidentView More





















