શોધખોળ કરો
ટ્રેન નીચે પડતુ મૂકીને પરણિત યુવતીનો આપઘાત, 6 મહિના પહેલા જ થયા લગ્ન
1/4

2/4

રાજકોટઃ શુક્રવારે રાજકોટ મહિલા કોલેજ પાસે અંડરબ્રિજ પાસે ટ્રેન નીચે પડતું મૂકીને યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. ટ્રેન નીચે પડતુ મુક્તા યુવતીના શરીરના બે ટુકડા થઇ ગયા હતા. યુવતીના લગ્ન 6 મહિના પહેલા મોહિત દિલીપભાઇ કાલાવાડિયા નામના યુવક સાથે થયા હતા. જિંકલ શુક્રવારે જ રાજકોટ આવી હતી અને આવ્યા બાદ સ્કૂટી લઇને બપોરે ઘરેથી નીકળી ગઇ હતી.
3/4

લાંબો સમય સુધી પરત ન આવતા તેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ અંતે પુત્રીની લાશ હાથમાં આવતા પરિવારજનો ભાંગી પડ્યા હતા. ઘટનાને નજરે નિહાળનાર લોકોના જણાવ્યા મુજબ આ યુવતીએ ટ્રેન હેઠળ ઝંપલાવ્યું તે પૂર્વે લાંબો સમય સુધી મોબાઇલ ફોન દ્વારા કોઇની સાથે વાતચીત કરી હતી. જિંકલે તેના પતિ તથા સાસરિયાં સાથે વાતચીત કરી હોવાની પોલીસને શંકા છે. ગૃહકલેશને કારણે તેણે આ પગલું ભર્યું કે અન્ય કોઇ કારણ છે તે અંગે રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.
4/4

ઘટનાને પગેલે ટ્રેન રોકાઇ ગઇ હતી અને આમ્રપાલી ફાટક પાસે એક કલાક સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. યુવતીના મૃતદેહને ટ્રેનમાં જ રેલવે સ્ટેશન લઇ જવાયો હતો.
Published at : 05 Nov 2016 02:59 PM (IST)
Tags :
SuicideView More
Advertisement





















