શોધખોળ કરો
જસદણ પેટાચૂંટણી માટે આજે મતદાનઃ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

1/3

જસદણઃ સમગ્ર રાજ્યમાં ભારે ઉત્તેજના જગાવનાર જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું આજે સવારે 8 થી 5 મતદાન યોજાશે. આ ચૂંટણીમાં કુંવરજી બાવળિયા અને અવસર નાકીયા વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. જસદણ બેઠક દાયકાઓથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રથી ગુજરાત અલગ પડ્યા બાદ ગુજરાતમાં સૌ-પ્રથમ વખત ચૂંટણી 1962માં યોજાઈ હતી. ત્યારથી લઈ અત્યાર સુધીમાં કુલ 14 વખત ચૂંટણી યોજાઈ છે. જે પૈકી ૩ વખત અપક્ષ વિજેતા થયા હતા. જયારે સતત 5 વખત કોંગ્રેસના કુંવરજીભાઈ બાવળીયા વિજેતા થયા હતા. જયારે ભાજપ ફકત 2009ની પેટાચૂંટણીમાં એક જ વાર વિજેતા થયુ હતું.
2/3

જસદણની પેટા ચૂંટણીને લઈને અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં 1100 જવાનો ફરજ બજાવશે. જેમાં પોલીસના 306, જીઆરડીના 311, પેરા મેલિટરીની છ કંપનીના 540 જવાનને તહેનાત કરવામાં આવ્યા છે. કુલ 159 સ્થળ પર 262 બૂથ બનાવવામાં આવ્યા છે, જેમાંથી 72 સ્થળો પર આવેલા 126 બૂથ પર વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
3/3

જસદણની ચૂંટણીમાં કુલ 2,32,600 મતદારો નોંધાયેલા છે. ચૂંટણી માટે 262 પોલીંગ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે. જેમાંથી બે પોલીંગ સ્ટેશનનું સંચાલન મહિલાઓ કરશે. જસદણની ચૂંટણી માટે ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.
Published at : 20 Dec 2018 07:22 AM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દુનિયા
ટેકનોલોજી
Advertisement