શોધખોળ કરો
અમેરિકામાં હત્યા કરાઈ છે તે ગુજરાતી યુવાનની પત્નિએ સુષ્માને કરી શું ટ્વિટ? સુષ્માએ જવાબ સુધ્ધાં ના આપ્યો
1/4

પ્રિયંકા જાગાણીએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'તેને મદદની જરૂર છે. મારો પતિ અમેરિકામાં ડેય્સ ઈન બર્લિનમાં 2387 બર્લિન ટર્નપિક કનેક્ટિકટમાં રહેતો હતો. ગઈકાલે તેના પર ગોળીબાર થયો છે. 'અન્ય એક ટ્વિટમાં તેણે જણાવ્યું હતું કે,' મારા પતિનું અમેરિકામાં મૃત્યું થયું છે. હું તેને મળવા માંગુ છું. હું ખરેખર દુઃખી છું. જો કે આ ટ્વિટનો કોઈ રિસ્પોન્સ ન મળતા પ્રિયંકાએ ટ્વિટ ડિલીટ કરી નાંખી હતી.
2/4

વિઝા વિશે વાતચીત કરતા પ્રિયંકાએ જણાવ્યું હતું કે, તેની વિઝા ફાઈલ હજુ પ્રોસેસમાં છે. તે સોમવારે વિઝા લેવા કોન્સ્યુલેટ ઓફિસ ગયા હતા. પરંતુ તેઓએ બુધવારે આવવા માટે જણાવ્યું હતું. પ્રિયંકા હવે આજે વિઝા લેવા જવાની છે. પરંતુ તેને વિઝા મળશે કે કેમ તે અંગે તે પોતે પણ દ્વિધામાં છે. પ્રિયંકાએ સોમવારે જ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ટ્વિટ કરીને પણ વિઝા અંગે મદદ માંગી હતી. પરંતુ કોઈ જવાબ ન મળતા ટ્વિટ ડીલીટ કરી હતી.
Published at : 06 Jul 2017 10:57 AM (IST)
View More























